ઇઝરાયલના હુમલાથી ઇરાનમાં 950 લોકોના મોત, 3450 લોકો ઇજાગ્રસ્ત

June 23, 2025

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ વચ્ચે અમેરિકાએ ઇશારો કર્યો છે કે તેઓ ફરી ઇરાન સાથે વાતચીત કરવા તૈયાર છે. જેનાથી લાંબા સમય સુઝી યુદ્ધ ટાળી શકાય. રાષ્ટ્રપચિ ડોનાલ્ડ઼ ટ્રમ્પે શનિવારે રાત્રે દેશને સંબોધિત કર્યું. ત્યારે ઇરાને ઇઝરાયલ પર મિસાઇલોનો વરસાદ કર્યો. જેમાં 80થી વધારે લોકો ઘાયલ થયા છે. 

ઇરાનના વિદેશી મંત્રી અબ્બાસ અરાધચીએ કહ્યું કે હવે કૂટનીતિનો સમય પુરો થઇ ગયો છે અને ઇરાનને આત્મરક્ષાનો અધિકાર છે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે થઇ રહેલા યુદ્ધમાં અત્યાર સુધી ઇરાનમાં 950 લોકો માર્યા ગયા છે. જ્યારે 3450થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ માહિતી માનવ અધિકાર સંગઠન દ્વારા આપવામાં આવી છે, જેનો અહેવાલ AP દ્વારા આપવામાં આવ્યો છે. 

મહત્વનું છે કે 13 જૂનથી શરૂથયેલા આ યુદ્ધમાં ઇઝરાયલે ઇરાનમાં અનેક જગ્યા પર બ્લાસ્ટ કર્યો. જેમાં પીએમ નેતન્યાહૂએ આ હુમલા પાછળનુ એવુ કારણ આપ્યું કે ઇરાન ન્યૂક્લિઅર બોમ્બ બનાવી રહ્યુ છે જેથી ઇઝરાયલના અસ્તિત્વને ખતરો છે. તો સામે ઇઝરાયલી હુમલાખોરોએ પણ વળતો જવાબ આપ્યો અને મિસાઇલ તથા ડ્રોનથી હુમલો કર્યો.