અમદાવાદમાં કેનેડાના વર્ક પરમિટના નામે 98.15 લાખની છેતરપિંડી, પિતા-પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ
June 09, 2026
ગુજરાતમાં વિદેશ સ્થાયી થવાની કોમ્પિટિશનમાં અત્યાર સુધી સામાન્ય લોકો જ છેતરપિંડીનો ભોગ બનતા હતા, પરંતુ અમદાવાદમાં લોકોને વિદેશ મોકલવાનું કામ કરતા એક વિઝા કન્સલ્ટન્ટ પોતે જ શિકાર બન્યા હોવાની ધટના સામે આવી છે. ગોતા વિસ્તારમાં કન્સલ્ટન્સી ચલાવતા યુવાનને કેનેડાના વર્ક પરમિટ વિઝા અને વહેલી તકે અસલ LMIA લેટર અપાવવાની લાલચ આપીને ગાંધીનગરની પિતા-પુત્ર અને સસરાની ત્રિપુટીએ 4 કસ્ટમરના કામ પેટે નકલી દસ્તાવેજો પધરાવી દીધા હતા. આરોપીઓએ કટકે-કટકે કુલ 98.15 લાખ પડાવીને છેતરપિંડી કરતા ભોગ બનનાર અંતે ભોગ બનનાર વિઝા કન્સલ્ટન્ટે સેટેલાઈટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, ગત માર્ચ 2023માં અલ્પેશભાઈનો સંપર્ક ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા જયેશ પટેલ અને તેના કેનેડા રહેતા પુત્ર યશ પટેલ સાથે થયો હતો. જયેશએ અલ્પેશને વિશ્વાસ અપાવ્યો હતો કે તેનો દીકરો યશ કેનેડામાં છે અને તે ભેગા મળીને કેનેડાની LMIA વર્ક પરમિટનું કામ ઝડપથી પાસ કરાવી આપે છે. શરૂઆતમાં એક-બે કામ સારી રીતે પૂરા કરીને આરોપીઓએ અલ્પેશભાઈનો વિશ્વાસ જીતી લીધો હતો. આ વિશ્વાસના આધારે અલ્પેશભાઈએ અન્ય ચાર ગ્રાહકો કિરણ રાઠોડ, યશ પટેલ, જય પટેલ અને અભિષેક પટેલની ફાઇલો આ પિતા-પુત્રને સોંપી હતી.
આરોપીઓએ અલગ અલગ કસ્ટમરના કામ માટે 98,15,000 લીધા હતા. જેમાંથી અલ્પેશભાઈએ ઓગસ્ટ 2023થી અત્યાર સુધીમાં મુખ્ય આરોપી જયેશભાઈ પટેલને પહેલા 66,89,000 રોકડા આપ્યા હતા. આ ઉપરાંત યશના સસરા પદમીનકુમાર પટેલને તેમની સી.જી. રોડ પર આવેલી જ્વેલર્સની દુકાને 15,26,000 આપ્યા હતા અને બાકીના 16,00,000 કેનેડામાં યશ પટેલને પહોંચાડવામાં આવ્યા હતા. યશે પોતાના કેનેડિયન મોબાઇલ નંબર પરથી આ તમામ રકમ મળી ગયાનું વોટ્સએપ પર કન્ફર્મેશન પણ આપ્યું હતું.
રૂપિયા લીધા બાદ યશે વોટ્સએપ પર ચારેય કસ્ટમરના LMIA લેટર મોકલી આપ્યા હતા અને કહ્યું હતું કે વિઝા આવી જશે. પરંતુ ઘણો સમય થયો છતા વિઝા ના આવતા અને ફાઈલ રિજેક્ટ થતા અલ્પેશે પૂછપરછ શરૂ કરી હતી. જેમાં આરોપીઓએ પહેલા તો ટેક્નિકલ ખામીના બહાના કાઢ્યા. આ પછી અલ્પેશે કેનેડા એમ્બેસીમાં કેપ્સ નોટ કઢાવીને તપાસ કરતા હકીકત સામે આવી કે યશ દ્વારા મોકલવામાં આવેલા તમામ LMIA લેટર ફેક હતા. યશે અન્ય વ્યક્તિઓના લેટરમાં એડિટિંગ કરીને આ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. રૂપિયા પાછા માંગવા છતાં ના મળતા અંતે આ ત્રણેય આરોપીઓ યશ પટેલ, જયેશ પટેલ અને પદમીન પટેલ સામે છેતરપિંડી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026