ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો! અમેરિકામાં H-1Bથી ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ બંધ કરવા બિલ રજૂ
June 06, 2026
અમેરિકાના રિપબ્લિકન પાર્ટીના સાંસદ દ્વારા યુએસ હાઉસ ઓફ રિપ્રેસન્ટેટિવમાં એક અત્યંત મહત્ત્વકાંક્ષી અને વ્યાપક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે H-1B વિઝા મેળવીને અમેરિકા જતા ભારતીય આઈટી IT પ્રોફેશનલ્સ અને અન્ય ટેકનોલોજી વ્યાવસાયિકો માટે ચિંતાનો વિષય બની શકે છે. આ પ્રસ્તાવિત બિલમાં ભરતીના નિયમો વધુ કડક કરવા, વેતનનું ધોરણ ઊંચું લાવવા અને સૌથી મહત્ત્વનું એટલે કે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા પર મોટો પ્રતિબંધ લગાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.
‘ડ્યુઅલ ઇન્ટેન્ટ’ સિદ્ધાંત ખતમ કરવાની જોગવાઈ
ઇમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ બિલની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ એ છે કે હવેથી H-1B વિઝા મેળવનાર અરજદારે વિદેશમાં એટલે કે પોતાના દેશમાં કાયમી નિવાસસ્થાન જાળવી રાખવું પડશે અને તેને છોડવાનો કોઈ ઇરાદો ન હોવો જોઈએ. આ જોગવાઈ લાગુ થવાથી અમેરિકામાં લાંબા સમયથી ચાલતો ‘ડ્યુઅલ ઇન્ટેન્ટ’નો સિદ્ધાંત સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે, જે અત્યાર સુધી H-1B વિઝા ધારકોને અમેરિકામાં કામ કરવાની સાથે-સાથે ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની મંજૂરી આપતો હતો.
ટેક્સાસના કોંગ્રેસમેન ચિપ રોય દ્વારા રજૂ કરાયેલ ‘અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ એક્ટ, 2026’ જો હાલના સ્વરૂપમાં પસાર થઈ જાય, તો H-1B થી ગ્રીન કાર્ડ સુધી પહોંચવાનો પરંપરાગત માર્ગ લગભગ અશક્ય બની જશે.
ચિપ રોયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, “છેલ્લા આશરે ચાર દાયકાથી H-1B વિઝા કાર્યક્રમનો દુરુપયોગ થઈ રહ્યો છે. અમેરિકન STEM કર્મચારીઓને બાજુએ રાખીને સસ્તા વિદેશી શ્રમિકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. હવે સમય આવી ગયો છે કે લોટરી આધારિત આ વ્યવસ્થાનો અંત લાવી, અમેરિકન વ્હાઇટ-કોલર કર્મચારીઓને પ્રથમ સ્થાન આપતી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે.”
બિલમાં સૂચવાયેલા મુખ્ય કડક ફેરફારો
• ઊંચું વેતન ધોરણ: H-1B કર્મચારીઓને અમેરિકન કર્મચારીઓના વાસ્તવિક વેતન જેટલું અથવા મજૂર વિભાગ દ્વારા નક્કી કરાયેલા 75મા પર્સેન્ટાઇલ મુજબનું વેતન ચૂકવવું પડશે — જેમાંથી જે વધુ હોય તે જ આપવાનું રહેશે.
• અમેરિકનોને પ્રાથમિકતા: કંપનીઓએ સરકારી પ્લેટફોર્મ પર નોકરીની જાહેરાત આપી સાબિત કરવું પડશે કે લાયક અમેરિકન કર્મચારીઓ ઉપલબ્ધ નથી.
• કર્મચારીઓની મર્યાદા: કંપનીના કુલ અમેરિકન કર્મચારીબળમાં બિન-ઇમિગ્રન્ટ કર્મચારીઓનો હિસ્સો માત્ર 5% સુધી જ મર્યાદિત રાખવો પડશે.
• છટણી પર પ્રતિબંધ: H-1B અરજી દાખલ કરતાં 1 વર્ષ પહેલાં અથવા પછીના 1 વર્ષ સુધી સમાન પદ પરથી કોઈ અમેરિકન કર્મચારીને છૂટા કરી શકાશે નહીં.
• વિઝા અવધિમાં ઘટાડો: H-1B વિઝાની મહત્તમ અવધિ જે હાલમાં 6 વર્ષની છે, તેને ઘટાડીને માત્ર 2 વર્ષ કરવાની દરખાસ્ત છે.
• લોટરી સિસ્ટમ બંધ: હાલની નસીબ આધારિત લોટરી પ્રણાલીને બદલે વિઝાની ફાળવણી સીધી વેતનના સ્તરના આધારે કરવામાં આવશે.
અમેરિકાના H-1B વિઝા કાર્યક્રમનો સૌથી વધુ લાભ હંમેશાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને મળતો આવ્યો છે. અમેરિકન નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાના તાજેતરના આંકડા દર્શાવે છે કે, નાણાકીય વર્ષ 2024માં મંજૂર થયેલા અંદાજે 4 લાખ નવા H-1B વિઝામાંથી 2.83 લાખ એટલે કે આશરે 71% વિઝા માત્ર ભારતીય નાગરિકોને મળ્યા હતા.
આ ઉપરાંત, હાલમાં 12.6 લાખથી વધુ ભારતીયો પરિવારના આશ્રિત સભ્યો સહિત રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મેળવવાની લાંબી કતારમાં રાહ જોઈ રહ્યા છે. તેથી જો આ બિલ કાયદો બનશે તો લાખો ભારતીયોના ‘અમેરિકન ડ્રીમ’ને મોટો ઝટકો લાગી શકે છે.
જોકે ઇમિગ્રેશન નીતિ અંગે અમેરિકાના રિપબ્લિકન અને ડેમોક્રેટ પક્ષો વચ્ચે વૈચારિક મતભેદો હોવાથી, આ બિલને કાયદાનું સ્વરૂપ લેવા માટે સંસદની જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે, જેથી તે પસાર થશે કે નહીં તે હજુ સંપૂર્ણપણે અનિશ્ચિત છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026