કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઇકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી
May 29, 2026
દિલ્હી- સોશિયલ કટાક્ષ માટે જાણીતી અને ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવનાર કોકરોચ જનતા પાર્ટીના X (ટ્વિટર) એકાઉન્ટને કેન્દ્ર સરકાર દ્વારા બ્લોક કરવાના નિર્ણયને દિલ્હી હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવે આ મામલે શુક્રવારે સુનાવણી હાથ ધરીને કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને સત્તાવાર નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જોકે, હાઇકોર્ટે હાલ તુરંત આ એકાઉન્ટ ચાલુ કરવાનો વચગાળાનો આદેશ આપવાનો ઇન્કાર કરી દીધો છે. CJPના સ્થાપક અભિજીત દીપકે કોર્ટને વિનંતી કરી હતી કે કેસની સુનાવણી ચાલે ત્યાં સુધી વચગાળાની રાહત તરીકે તેમનું X એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવે. પરંતુ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, સરકારનો પક્ષ સાંભળ્યા વગર આવો આદેશ ન આપી શકાય, કારણ કે આ વિષયની અસરો ખૂબ દૂરગામી હોઈ શકે છે. અરજદારની દલીલોમાં તથ્ય હોઈ શકે છે, પરંતુ આ બાબતના પરિણામો અને આયામો ઘણા મોટા છે. સામો પક્ષ (કેન્દ્ર સરકાર) પોતાનો પક્ષ રજૂ કરે તે પછી જ સમગ્ર બાબતને હોલિસ્ટિકલી ધ્યાને લેવામાં આવશે." કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો વિગતવાર જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે અને આ કેસની આગામી સુનાવણી 6 જુલાઈએ નિયત કરી છે.
Related Articles
હમીરપુર બ્રિજ હોનારત: બેતવા નદી પર નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડતાં 6 શ્રમિકોના કરૂણ મોત
હમીરપુર બ્રિજ હોનારત: બેતવા નદી પર નિર્મ...
May 29, 2026
સિદ્ધારમૈયા રાજીનામાં પછી પણ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું 'વિશ લિસ્ટ'
સિદ્ધારમૈયા રાજીનામાં પછી પણ કિંગમેકર! પ...
May 29, 2026
પૂણે લઠ્ઠાકાંડમાં 15થી વધુના મોત: ફડણવીસનો કડક કાર્યવાહીનો આદેશ
પૂણે લઠ્ઠાકાંડમાં 15થી વધુના મોત: ફડણવીસ...
May 29, 2026
ન્યાયમાં વિલંબ હવે નહીં ચાલે! સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઇકોર્ટ માટે ડેડલાઇન નક્કી
ન્યાયમાં વિલંબ હવે નહીં ચાલે! સુપ્રીમ કો...
May 29, 2026
પેપરલીક મામલે સુપ્રીમ કોર્ટ NTA પર લાલઘૂમ! કહ્યું સિસ્ટમ નિષ્ફળ ગઈ છે
પેપરલીક મામલે સુપ્રીમ કોર્ટ NTA પર લાલઘૂ...
May 29, 2026
ઉત્તરાખંડ, ગુજરાત બાદ આસામમાં સમાન નાગરિક કાયદો લાગુ કરવાની તૈયારી : વિધાનસભામાં બિલ રજૂ થતાં રાજકીય ગરમાવો
ઉત્તરાખંડ, ગુજરાત બાદ આસામમાં સમાન નાગરિ...
May 25, 2026
Trending NEWS
ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી:...
27 May, 2026
ઉત્તરાખંડના ટિહરી જંગલોમાં ભીષણ દાવાનળ: 14 હેક્ટર...
25 May, 2026