Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના

March 31, 2026

ગોવાના બાગા બીચ પર પ્રવાસીઓ માટે એડવેન્ચર જીવલેણ સાબિત થતા રહી ગઈ. રવિવારે સાંજે પેરાસેલિંગ કરી રહેલા એક પ્રવાસીનો હવામાં જ કેબલ તૂટી જતાં તે અનેક ફૂટની ઊંચાઈએથી સીધો ઊંડા દરિયામાં ખાબક્યો હતો. આ સમગ્ર ઘટના કિનારે ઉભેલા એક વ્યક્તિએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

અહેવાલો અનુસાર, 30મી માર્ચની સાંજે જ્યારે બીચ પર પ્રવાસીઓની ભારે ભીડ હતી, ત્યારે એક યુવક પેરાસેલિંગની મજા માણી રહ્યો હતો. બોટ દ્વારા પેરાશૂટને હવામાં ખેંચવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક પેરાશૂટ અને બોટને જોડતો મજબૂત કેબલ વચ્ચેથી તૂટી ગયો હતો. કેબલ તૂટતાની સાથે જ પેરાશૂટ પરથી કાબૂ ગુમાવ્યો અને પળવારમાં જ પ્રવાસી દરિયાના મોજાંઓ વચ્ચે પટકાયો હતો.