12 વર્ષ પછી ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હાર્યું ભારત, ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં કંગાળ રમત બાદ પરાજય
October 26, 2024
પૂણે : પૂણેની ધરતી પર ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે 69 વર્ષનો ઈતિહાસ બદલી નાખ્યો છે. સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં વિજય સાથે કિવી ટીમે ભારતીય ધરતી પર તેની પહેલી ટેસ્ટ શ્રેણી જીતી લીધી છે. બીજી ઈનિંગમાં પણ ભારતીય ટીમના ટોપ બેટિંગ ઓર્ડર પત્તાની જેમ તૂટી ગયો હતો. રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત જેવા મજબૂત બેટર ભારતીય ટીમનું સન્માન બચાવી શક્યા નથી. મિશેલ સેન્ટનરના સ્પિનિંગ બોલે ભારતીય બેટરોને હંફાવી દીધા હતા. ભારતીય ટીમે 12 વર્ષ બાદ પોતાની ધરતી પર ટેસ્ટ સીરિઝ ગુમાવી દીધી છે.
બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 113 રને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. પૂણેમાં જીત સાથે કિવી ટીમે ભારતીય ધરતી પર પોતાની પહેલી ટેસ્ટ સીરિઝ જીતી લીધી છે. પહેલી ઇનિંગમાં ફ્લોપ રહ્યા બાદ બીજી ઇનિંગમાં પણ ભારતીય બેટરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. અને માત્ર 245 રન બનાવીને આખી ટીમ પડી ભાંગી પડી હતી.
રોહિત શર્મા માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે વિરાટ કોહલી માત્ર 17 રન બનાવી શક્યો હતો. વોશિંગ્ટન સુંદરે 21 રનનું યોગદાન આપ્યું હતું. તે જ સમયે રીષભ પંત પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. રવિન્દ્ર જાડેજાએ 42 રન બનાવ્યા હતું. પરંતુ તે ટીમની હારને રોકી શક્યો નહીં. ન્યુઝીલેન્ડ માટે, મિશેલ સેન્ટનરે બીજી ઇનિંગમાં પણ તબાહી મચાવી દીધી હતી. અને છ ભારતીય બેટરોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. આ જીત સાથે કિવી ટીમે સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ પહેલા ભારતીય ટીમે પોતાની ધરતી પર 19 ટેસ્ટ સીરીઝ રમી હતી. જેમાંથી ટીમે 18માં જીત મેળવી હતી. માત્ર એક જ સીરિઝ ડ્રો રહી હતી. જો કે ઘરઆંગણે ભારતીય ટીમનું શાસન હવે સમાપ્ત થઈ ગયું છે. છેલ્લે વર્ષ 2012માં ભારતને પોતાની ધરતી પર ઇંગ્લેન્ડે ટેસ્ટ સીરિઝમાં હરાવ્યું હતું.
Related Articles
પાકિસ્તાન સુપર લીગ: દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાશે મેચો, મોહસિન નકવીએ માફી માંગવી પડી
પાકિસ્તાન સુપર લીગ: દર્શકો વિના ખાલી સ્ટ...
Mar 22, 2026
T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં અભિષેકની ફાસ્ટેસ્ટ ફિફ્ટી, 3 બેટરોના રેકોર્ડ બરાબરી કરી
T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં અભિષેકન...
Mar 09, 2026
સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફિફ્ટી, કોહલી-આફ્રિદીના રેકોર્ડની બરાબરી કરી
સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફ...
Mar 09, 2026
વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ થયો ભાવુક, માટીને માથે લગાવી
વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર ય...
Mar 09, 2026
સંજૂ-અભિષેકની દમદાર બેટિંગના કારણે ભારતે રચ્યો ઈતિહાસ, T20 વર્લ્ડકપની ફાઈનલમાં પાંચ મોટા રેકોર્ડ
સંજૂ-અભિષેકની દમદાર બેટિંગના કારણે ભારતે...
Mar 09, 2026
T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ પાઠવ્યા અભિનંદન
T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, ર...
Mar 09, 2026
Trending NEWS
22 March, 2026
22 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026