Breaking News :
કૃત્રિમ બુદ્ધિમત્તા અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવા દક્ષિણ કોરિયાનું 576 અબજ ડોલરનું જંગી રોકાણ ખાડી દેશોના યુદ્ધ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત: ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.1 ટકાનો નોંધપાત્ર ઉછાળો પુણેની અદાલતનો ચુકાદો: બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનાર 65 વર્ષીય નરાધમને 60 જ દિવસમાં ફાંસીની સજા 'અમારા ઘરે પોલીસ અધિક્ષક કચરા-પોતાં કરે છે' તેવો રૌફ જમાવી કર્મચારીને માર મારનાર ક્રિકેટર શશાંક સિંહ અને તેના પિતા સામે ગુનો દાખલ જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત મુંબઈ બાદ અમદાવાદ-દિલ્હી વચ્ચે દોડશે દેશની હાઈસ્પીડ બુલેટ ટ્રેન

પાકિસ્તાન સુપર લીગ: દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાશે મેચો, મોહસિન નકવીએ માફી માંગવી પડી

March 22, 2026

લાહોર- પાકિસ્તાન સુપર લીગ (PSL)ની શરૂઆત આગામી 26 માર્ચ 2026થી થવા જઈ રહી છે, પરંતુ ખાડી યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલ જેવા મહત્ત્વના સંસાધનો બચાવવા માટે આ વખતે ટૂર્નામેન્ટ માત્ર બે જ વેન્યુ પર રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ રવિવારે માહિતી આપી હતી કે, આ સંજોગોમાં પ્રેક્ષકો માટે સ્ટેડિયમમાં પ્રવેશ નહીં આપવામાં આવે, એટલે કે તમામ મેચો ખાલી સ્ટેડિયમમાં રમાશે. આ નિર્ણય આઠ ફ્રેન્ચાઈઝી માલિકો સાથેની લાંબી બેઠક અને વડાપ્રધાન શહબાઝ શરીફ સાથેની પરામર્શ બાદ લેવામાં આવ્યો છે. ખાડી યુદ્ધ અને દેશમાં સર્જાયેલી ઈંધણ (પેટ્રોલ-ડીઝલ)ની તંગીને ધ્યાનમાં રાખીને આ કપરો નિર્ણય લેવામાં આવ્યો છે.
PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ જણાવ્યું હતું કે, 'જ્યારે અમે લોકોને તેમની અવરજવર મર્યાદિત રાખવા કહી રહ્યા હોઈએ, ત્યારે દરરોજ 30,000 લોકોને સ્ટેડિયમમાં બોલાવવા યોગ્ય નથી. આ એક મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ દેશની વર્તમાન સ્થિતિને જોતા તે અનિવાર્ય હતો.'
લાહોરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નકવીએ જણાવ્યું હતું કે, પીએસએલની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે તેને નિર્ધારિત કાર્યક્રમ મુજબ 26 માર્ચથી જ શરૂ થશે, કારણ કે વર્ષના બાકીના સમયમાં અન્ય કોઈ વિન્ડો ઉપલબ્ધ નથી. હું પેશાવરના તે ફેન્સની માફી માંગું છું, જેમને પહેલીવાર પોતાના શહેરમાં પીએસએલ મેચ જોવાનો મોકો મળવાનો હતો, મને આશા છે કે, આગામી વખત તેમને વધુ મેચ જોવાનો મોકો મળશે. પ્રેક્ષકોની ગેરહાજરીને કારણે ટિકિટ વેચાણથી થતા 'ગેટ મની'ના નુકસાનની ભરપાઈ કરવા માટે તમામ ફ્રેન્ચાઈઝીને નાણાકીય વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.