દેશભરમાં વીમા વગર ફરતા વાહનો પર લગામ, સુપ્રીમ કોર્ટનો ‘નો ઈન્સ્યોરન્સ નો ફ્યુઅલ’ પાયલોટ પ્રોજેક્ટનો પ્રસ્તાવ
August 05, 2026
નવી દિલ્હીમાં દેશમાં વીમા વગર રોડ પર બિન્દાસ્ત ફરતા વાહનો પર લગામ લગાવવા માટે સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવ મૂક્યો છે. વાહનનો વીમો નહીં તો ફ્યુઅલ નહીં અભિયાનને પ્રાયોગિક યોજના તરીકે લાગુ કરવાની દરખાસ્ત આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ અને માર્ગ પરિવહન મંત્રાલયને નિર્દેશ આપ્યો છે કે તે એવી પ્રાયોગિક યોજના તૈયાર કરે જે હેઠળ પેટ્રોલ પંપો પર ઈંધણ આપતા પહેલા વાહનના માન્ય વીમાની તપાસ થઈ શકે અને વીમો ન હોય તો પેટ્રોલ-ડીઝલ આપવાની ના પાડી શકાય.
સુપ્રીમ કોર્ટે માર્ગ સલામતી અને વીમા નિયમોને સખત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્દેશો જારી કર્યા છે. કોર્ટે માર્ગ પરિવહન મંત્રાલય અને આઈઆરડીએઆઈને પેટ્રોલ પંપ પર ઈંધણ, એએનપીઆર કેમેરા અને નવા વાહનોના વીમા અંગે મોટા આદેશો આપ્યા છે. કોર્ટે જણાવ્યું છે કે પેટ્રોલ પંપ પર વાહનનો માન્ય વીમો ન હોવાની સ્થિતિમાં ગાડીઓને પેટ્રોલ-ડીઝલ આપવા પર પ્રતિબંધ લગાવી શકાય તેવી યોજના તૈયાર કરવામાં આવે.
હાઈવે અને રસ્તાઓ પર લાગેલા સ્વચાલિત નંબર પ્લેટ ઓળખ કેમેરાને વાહન પોર્ટલ અને વીમા ડેટાબેઝ સાથે જોડવામાં આવશે. આનાથી વીમા વગરની ગાડીઓના આપમેળે ઈ-ચલણ કાપી શકાશે. રસ્તા પર ચેકિંગ માટે ટ્રાફિક પોલીસને એવી મોબાઈલ એપ્લિકેશન અથવા હાથમાં રાખી શકાય તેવું ઉપકરણ આપવામાં આવશે, જેનાથી તેઓ પળભરમાં ગાડીના વીમાની ચકાસણી કરી શકે.
નવી ગાડીઓ માટે વીમાનો સમયગાળો વધારતા કોર્ટે નવી ખાનગી કાર માટે ફરજિયાત ત્રીજા પક્ષના વીમાની મુદત 3 વર્ષથી વધારીને 4 વર્ષ કરી દીધી છે, જ્યારે નવા બે-પૈડાવાળા વાહનો માટે તેને 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરી દેવામાં આવી છે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026