અમદાવાદ પ્લેન ક્રેશ : 3 મહિના પહેલા જ એર ઈન્ડિયા પ્લેનનું એન્જિન બદલાયું હતું

June 18, 2025

અમદાવાદ વિમાન અકસ્માતમાં એર ઇન્ડિયાને લઇને એક ચોંકાવનારી વાત સામે આવી છે. 12 વર્ષ જુના આ પ્લેનમાં રાઇડ સાઇટ વાળા એન્જિનને થોડા સમય પહેલા જ રીપેર કરવામાં આવ્યુ હતુ. 3 મહિના પહેલા માર્ચ 2005માં બદલવામાં આવ્યુ છે. અમદાવાદથી લંડન જતા આ પ્લેનનો વિમાન ટેકઓફ થતાની કેટલીક ક્ષણોમાંજ દુર્ઘટનાનો શિકાર બની છે. 12 ક્રૂ મેમ્બર સહિત 242 યાત્રી સવાર હતા અકસ્માતમાં એક માત્ર મુસાફરને છોડીને તમામ 241 લોકોના કરૂણ મોત નીપજ્યા છે.

એર ઇન્ડિયાના આ પ્લેનની જૂન 2023માં ડિટેલ મેન્ટેનન્સની તપાસ થઇ ગઇ હતી. આ વર્ષે ડિસેમ્બરમાં તપાસ કરવાનું નક્કી થયુ હતુ. એપ્રીલમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર માટે એક વિમા કવર 750 કરોડથી વધારીને 850 કરોડ કરી દેવામાં આવ્યુ હતુ. અમદાવાદમાં થયેલી દુર્ઘટના દેશમાં થયેલી સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે.