અમેરિકા હવે કેનેડાની પાછળ પડ્યું... એક મોટા સંગઠનમાંથી તગેડી મૂકવાનો પ્રસ્તાવ રજૂ
February 26, 2025

અમેરિકા હવે કેનેડાને ફાઈવ આઈઝ ગ્રુપમાંથી બહાર કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું. એવા અહેવાલો છે કે આ ઈન્ટેલિજન્સ ગ્રુપમાંથી કેનેડાને બહાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. કેનેડા તરફથી આ મામલે હજુ કોઈ પ્રતિક્રિયા નથી આવી.
મીડિયા અહેવાલ પ્રમાણે પ્રમુખ ટ્રમ્પના સૌથી નજીકના સલાહકાર પીટર નવારોએ કેનેડાને ફાઈવ આઈઝ ગ્રુપમાંથી તગેડી મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ગુપ્ત માહિતી શેર કરનારા આ ગ્રુપમાં અમેરિકા અને કેનેડા ઉપરાંત બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામેલ છે. મળતા અહેવાલ પ્રમાણે નવારો કેનેડાને આ ગ્રુપમાંથી બહાર કરવાના મુદ્દા પર ભાર મૂકી રહ્યા છે.
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ટ્રમ્પ આ પ્રસ્તાવને સમર્થન આપી રહ્યા છે કે નહીં. મહત્વની વાત એ છે કે, તેઓ પહેલા જ કેનેડાને અમેરિકાનું રાજ્ય બનાવવાની પોતાની યોજનાની જાહેર કરી ચૂક્યા છે. આ સાથે જ તેઓ ટેરિફ વધારવાની ધમકી પણ આપી ચૂક્યા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વર્ષ 2016ની ચૂંટણીમાં ટ્રમ્પની જીતમાં મોટી ભૂમિકા ભજવનાર સ્ટીવ બેનન પણ કેનેડાને અમેરિકા સાથે જોડવાની યોજનાની ગંભીરતા પર વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, 'કેનેડાએ સમજવું જોઈએ કે ટ્રમ્પ આ અંગે ખૂબ જ ગંભીર છે અને તેમનો ઈરાદો માત્ર વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ઉશ્કેરવાનો નથી.' જોકે, તેમણે એમ પણ કહ્યું કે, 'કેનેડાને ફાઇવ આઇઝમાંથી દૂર કરવાથી માત્ર અમેરિકાને જ નુકસાન થઈ શકે છે.'
Related Articles
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘ...
Jun 17, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025