કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની હત્યા, ઓફિસ જતી વેળાએ બસ સ્ટોપ પર ગોળી વાગી
April 19, 2025

ટોરોન્ટો : કેનેડામાં ભારતીયોની હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં એક યુવાનની હત્યા બાદ હવે એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થીની કામ પર જઈ રહી હતી ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી હતી. આ દરમિયાન તે બસની રાહ જોઈ રહી હતી. કારમાં સવાર એક વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
અહેવાલો અનુસાર, કેનેડાના હેમિલ્ટન શહેરમાં હરસિમરત રંધાવા નામની ભારતીય વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી હતી. જે ત્યાં મોહૌક કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. આ ઘટના બાદ ભારતીય દૂતાવાસે આ મામલે સંપૂર્ણ મદદનું વચન આપ્યું છે.
આ સમગ્ર મામલે, ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, 'ઓન્ટારિયોના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાના દુ:ખદ મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. સ્થાનિક પોલીસના મતે, તે એક નિર્દોષ પીડિતા હતી જેનું બે લોકો વચ્ચેની લડાઈમાં મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર મામલાની તપાસ હજુ પણ ચાલુ છે. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને દરેક રીતે મદદ કરી રહ્યા છીએ.'
હેમિલ્ટન પોલીસે જણાવ્યું હતું કે, ટભારતીય વિદ્યાર્થિનીના મૃત્યુના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે તે બે લોકો વચ્ચેના ઝઘડાનું પરિણામ હતું, કારણ કે કાળી કારમાં સવાર એક યુવકે સફેદ સેડાન પર ગોળીબાર કર્યો હતો. બસ સ્ટોપ પર ઉભેલી એક વિદ્યાર્થિની છાતીમાં ગોળી વાગી, જેના કારણે તેનું મોત નીપજ્યું. ગોળીબાર કરનાર આરોપીની શોધ કરી રહી છે.'
Related Articles
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે...
Apr 29, 2025
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ્રમ્પની ધમકીઓના કારણે છેલ્લી ઘડીએ પલટાયા સમીકરણ
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ...
Apr 29, 2025
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM કાર્નીની લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM...
Apr 28, 2025
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક : 11નાં મોત, 20થી વધુ ઘાયલ
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક...
Apr 28, 2025
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની કોશિશ
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ...
Apr 26, 2025
કેનેડામાં પંજાબીઓનું પ્રભુત્વ ઘટાડવા ચાર ગુજરાતી નેતાઓ મેદાનમાં
કેનેડામાં પંજાબીઓનું પ્રભુત્વ ઘટાડવા ચાર...
Apr 11, 2025
Trending NEWS

03 May, 2025

03 May, 2025