આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યા
February 27, 2026
સર્વન્ટ ક્વાર્ટરથી NASA ફેલોશિપ સુધીનો સંઘર્ષ
આણંદ- ગુજરાતનું આણંદ હવે માત્ર શ્વેતક્રાંતિ માટે જ નહીં, પણ અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે પણ ગુંજતું થયું છે. આણંદના એક સામાન્ય પરિવારની દીકરી એકતા શાહે પોતાની આર્થિક સંકડામણને માત આપીને વૈશ્વિક સ્તરે ખગોળ વૈજ્ઞાનિક તરીકે નામના મેળવી છે. માત્ર 32 વર્ષની ઉંમરે એકતાએ બ્રહ્માંડના રહસ્યો ઉકેલી 6 નવી આકાશગંગા શોધી કાઢી છે.
એકતાના પિતા અર્જુનભાઈ સેલ્સમેન છે અને માતા લત્તાબેન સીવણકામ કરે છે. આ પરિવાર આણંદમાં એક બંગલાના 13x13 ફૂટના સર્વન્ટ ક્વાર્ટરમાં વસવાટ કરે છે. આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં માતા-પિતાએ દીકરીની જિજ્ઞાસાને ક્યારેય દબાવી નહીં. એકતાએ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી સાબિત કરી દીધું કે સફળતા માટે ભાષા નહીં પણ જ્ઞાનની ભૂખ જરૂરી છે. એકતા શાહે આણંદની પ્રાથમિક અને હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. MSU બરોડામાં ગ્રેજ્યુએશન અને ત્યારબાદ IIT-Mumbaiમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. જ્યાર બાદ તે રોચસ્ટર યુનિવર્સિટી (USA)માં ગઈ. PhD માટે પસંદગી પામેલા વિશ્વના 3 વિદ્યાર્થીઓમાં એકતા સામેલ હતી. વિદેશ જવાના ખર્ચ માટે સમાજ, જ્ઞાતિજનો અને જેમના ક્વાર્ટરમાં તેઓ રહે છે તે NRI પરિવારે પણ તેને આર્થિક મદદ કરી હતી.PhD પૂર્ણ કર્યા બાદ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં NASA અનુદાનિત ફેલોશિપ મેળવી એકતાએ સંશોધન હાથ ધર્યું. તેમણે બ્રહ્માંડના પ્રારંભિક કાળના છ નવા આકાશગંગાના સમૂહ શોધી કાઢ્યા છે. આ સિદ્ધિની સૌથી ખાસ વાત એ છે કે એકતાએ આ સમૂહને ભારતીય નામો આપ્યા છે. જેમાં દ્રષ્ટિ, શ્રવણ, સુરભિ, રુચિ, સ્પર્શ અને સ્મૃતિનો સમાવેશ થાય છે.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026