અમેરિકામાં ભારતીયોને વધુ એક ઝટકો, ટ્રમ્પે તૈયાર કરેલી 'મોસ્ટ વોન્ટેડ' લિસ્ટમાં 89 ભારતીયોના નામ
February 06, 2026
ખૂંખાર ગુનેગારોની યાદીમાં 25000 પ્રવાસીના નામ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દેશમાં રહેતા ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ ખુબ જ આક્રમક છે. તેમના આ જ વલણના કારણે આવા પ્રવાસીઓ વિરુદ્ધ દિવસે ને દિવસે કાર્યવાહીઓ વધતી જઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગે ‘ખૂંખાર ગુનેગારોની યાદી’ જાહેર કરી છે અને તેમાં 89 ભારતીયોના નામ સામેલ હોવાની વિગતો સામે આવી છે. આ યાદી ભારતીય સહિત અન્ય ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધનો નવો મામલો છે.
વિભાગે જાહેર કરેલી યાદીમાં ‘ગેરકાયદે ગુનેગાર એલિયન્સ’નો ઉલ્લેખ કરાયો છે અને તેમાં લગભગ 25000 પ્રવાસીઓના નામ સામેલ છે. વિભાગના મતે આ એવા પ્રવાસીઓ છે, જેઓ હત્યા, જાતિય ગુના, ડ્રગ્સની તસ્કરી જેવા ગંભીર ગુનાઓમાં દોષિત જાહેર થયા છે તેમજ ઈમિગ્રેશન અને સરહદી સુરક્ષા દળો દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી છે. વિભાગે WOW.DHS.GOV નામની વેબસાઈટ લોન્ચ કરીને તમામ ગુનેગારોના નામ, ફોટો અને ગુના જાહેર કર્યા છે. ગુનેગારનું નામ શું છે, તે કયા દેશનો છે, શું ગુનો કર્યો છે, ક્યાં ગુનો આચર્યો છે, તે બધુ જ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, ‘અમે ગુનેગારોના નામ સાથે વેબસાઈટ શરૂ કરી છે, જેથી અમેરિકન નાગરિકો જોઈ શકે કે, અમે કેવા ગુનેગાર ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરી રહ્યા છીએ.’
વિભાગે એવું પણ લખ્યું છે કે, આ માત્ર એક ઝલક છે, કારણ કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન પકડાયેલા ગુનેગારોની સંખ્યા તેનાથી પણ વધુ હોઈ શકે છે. વિભાગે કડક શબ્દોમાં કહ્યું છે કે, ‘આ તેવા લોકો છે, જેમણે અમારા સમુદાયમાં આતંક ફેલાવ્યો છે. જ્યાં સુધી આવા દરેક વ્યક્તિઓને દેશમાંથી બહાર નહીં કાઢીએ, ત્યાં સુધી અમે અટકીશું નહીં. અમેરિકન નાગરિકોએ આવા લોકો વિરુદ્ધની કાર્યવાહીથી દુઃખી ન થવું જોઈએ. આ લોકોને આપણા દેશમાં રહેવાનો કોઈ હક જ નથી.’
Related Articles
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનંદ મહારાજનો આશ્રમ વિવાદમાં, શિષ્યના મોત બાદ યુવતી-બાળક ગુમ
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનં...
Oct 03, 2026
મોંઘવારીનો ડામ: પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો ભાવવધારો, ખાનગી કંપની નાયરા એનર્જીનો નિર્ણય
મોંઘવારીનો ડામ: પેટ્રોલમાં ₹5 અને ડીઝલમા...
Oct 03, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવત રહેશે'- અભિજીત દીપકે
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવ...
Oct 02, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતાં ચૂંટણી પંચનું ડેમેજ કંટ્રોલ
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતા...
Oct 02, 2026
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026