સુરતમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ ખાબક્યો, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
June 30, 2026
દક્ષિણ ગુજરાત તરફથી ચોમાસું રાજ્યમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હાલમાં ગુજરાત પર પશ્ચિમી વિક્ષેપ, ચક્રવાતી પરિભ્રમણ અને ટ્રફ એમ ત્રણ મજબૂત વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. આ સાનુકૂળ વાતાવરણને પગલે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. જેમાં સુરત શહેરમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિસ્ટમની અસર હેઠળ આગામી 2 અને 3 જુલાઈએ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે.
ગાંધીનગર સ્થિત રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્રના આંકડા અનુસાર, આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકના સમયગાળામાં અલગ અલગ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સુરત બાદ વાલોડમાં 2.05 ઇંચ સાથે સારો એવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત માંગરોળ અને કામરેજમાં એકસરખો 1.65 ઇંચ, પલસાણામાં 1.34 ઇંચ, અરેઠમાં 1.26 ઇંચ તેમજ ઉમરગામમાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 2 જુલાઈથી રાજ્યમાં ચોમાસું બરાબરની જમાવટ કરશે. અમદાવાદ હવામાન કેન્દ્રએ 2 થી 4 જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હાલમાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો હોવાથી સુરક્ષાના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સલાહ આપવામાં આવી છે. નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે પવનની ગતિમાં પણ નોંધપાત્ર વધારો થશે અને કલાકના 40 થી 60 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.
Related Articles
લાઇક્સ અને ફોલોઅર્સ ન વધ્યા તો ડિપ્રેશન! ગુજરાતમાં સોશિયલ મીડિયા 'વળગણ' ધરાવતા દર્દીની સંખ્યામાં 650 ટકાનો વધારો
લાઇક્સ અને ફોલોઅર્સ ન વધ્યા તો ડિપ્રેશન!...
Jun 30, 2026
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્ત...
Jun 29, 2026
કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશંકા : પેટાળમાં તણાવ વધતા વિસ્તારને અતિ જોખમી ક્ષેત્ર જાહેર કરાયો
કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશં...
Jun 29, 2026
16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે 108 કળશના પવિત્ર જળથી થશે ભગવાનનો જળાભિષેક, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે...
Jun 29, 2026
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના આમંત્રણ બાદ પણ મડાગાંઠ યથાવત
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના...
Jun 28, 2026
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે મોપેડને અડફેટે લેતા માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે...
Jun 27, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026