41 વર્ષની વયે દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી ચોંકાવ્યા, IPLમાં પણ રમી ચૂક્યો છે
January 06, 2025
ક્રિકેટ જગતમાં નિવૃત્તિ પાછી ખેંચવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટમાં આવું અવારનવાર જોવા મળે છે પરંતુ હવે ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ નિવૃત્તિ પાછી ખેંચી લેવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા છે. આ ખેલાડી ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ T20 ખેલાડી ડેન ક્રિશ્ચિયન છે, જેણે નિવૃત્તિ પાછી ખેંચી છે. ઈજાથી ઝઝૂમી રહેલી BBL ટીમ સિડની થંડરને મદદ કરવા ડેન ક્રિશ્ચિયને આ મોટું પગલું ભર્યું છે. ક્રિશ્ચિયન ટુર્નામેન્ટની બાકીની મેચો માટે ઉપલબ્ધ રહેશે. 41 વર્ષીય ઓલરાઉન્ડર છેલ્લે બે વર્ષ પહેલા સિડની સિક્સર્સ માટે રમ્યો હતો અને ત્યારથી સિડની થંડરમાં સહાયક કોચ તરીકે કામ કરી રહ્યો છે. ક્રિશ્ચિયન બીબીએલ છેલ્લે વર્ષ 2023માં સિડની સિક્સર્સ અને બ્રિસ્બેન હીટ વચ્ચે રમાયેલી સેમિફાઇનલ મેચમાં જોવા મળ્યો હતો. આ મેચ બાદ તેણે કોઈ પ્રોફેશનલ ક્રિકેટ મેચ રમી નથી. ડેન ક્રિશ્ચિયન 40 વર્ષની ઉંમરે BBL ખેલાડીઓની એક વિશિષ્ટ ક્લબમાં જોડાવા માટે તૈયાર છે, જેમાં બ્રાડ હોજ, પીટર સિડલ, ફવાદ અહેમદ અને સ્વર્ગસ્થ શેન વોર્નનો સમાવેશ થાય છે. શેન વોર્ન 43 વર્ષની ઉંમરે લીગમાં રમતા જોવા મળ્યો હતો. વોર્નના નામે BBLમાં સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનવાનો રેકોર્ડ છે. ક્રિશ્ચિયનની વાપસી ડેનિયલ સેમ્સ અને કેમેરોન બૅનક્રોફ્ટની ઇજાઓ બાદ થઈ છે, જેઓ ગયા અઠવાડિયે પર્થ સ્કોર્ચર્સ સામેની જીત દરમિયાન સાઇડલાઇન થયા હતા. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે ડેન ક્રિશ્ચિયન જ્યારે પાછો ફરશે ત્યારે કેવું પ્રદર્શન કરી શકે છે. ડેન ક્રિશ્ચિયનના આંકડા પર નજર કરીએ તો તેણે 409 T-20 મેચમાં 137.73ની સ્ટ્રાઈક રેટ અને 22.66ની એવરેજથી 5825 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 280 વિકેટ પોતાના નામે કરી છે. તેણે દુનિયાભરની લીગમાં પોતાનો જાદુ ફેલાવ્યો છે. તે IPLમાં RCBનો પણ ભાગ રહી ચૂક્યો છે.
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000...
28 September, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજ...
28 September, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15...
28 September, 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો,...
28 September, 2026
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએ...
28 September, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડ...
28 September, 2026
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનુ...
28 September, 2026
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપ...
27 September, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુ...
27 September, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના...
27 September, 2026