ઓસ્ટ્રેલિયાના કડક વિઝા નિયમોની અસર ભારતીય વિદ્યાર્થીઓની 40 ટકા અરજી રિજેક્ટ
April 14, 2026
નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાએ વિદ્યાર્થી વિઝા પ્રક્રિયા વધુ કડક કરી હતી. જેના પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની લગભગ ૪૦ ટકા વિઝા અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે.
આંકડા મુજબ, એક તરફ ભારતીય વિદ્યાર્થીઓ તરફથી અરજીઓમાં લગભગ ૩૬%નો વધારો થયો છે, તો બીજી તરફ મંજૂરીનો દર ઘટયો છે. ઓસ્ટ્રેલિયાએ જાન્યુઆરી ૨૦૨૬થી ભારતને પોતાના વિદ્યાર્થી વિઝા ફ્રેમવર્ક હેઠળ હાઈએસ્ટ રિસ્ક કેટેગરીમાં મૂકી દીધું હતું. આ બદલાવ બાદ ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ કડક ચકાસણી, વધારાના દસ્તાવેજો અને નાણાકીય પુરાવા જરૂરી બની ગયા છે. ભારત સિવાય નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોના વિદ્યાર્થીઓ પર પણ આ નિયમોની અસર થઈ છે. કેટલાક દેશોમાં તો રિજેકશન દર ૫૦ ટકાથી વધુ પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન સરકાર આ પગલાં ખરેખર અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓની ખાતરી કરવા માટે લઈ રહી છે. ખોટા દસ્તાવેજો અથવા નકલી ફાઇનાન્શિયલ માહિતી આપનાર અરજદારો સામે કડક કાર્યવાહી થઈ રહી છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026