Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

ગંભીર પરિણામ માટે તૈયાર રહેજો', યુદ્ધ અટકાવવા મુદ્દે ટ્રમ્પની પુતિન અને ઝેલેન્સ્કીને ચેતવણી

August 26, 2025

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ રસ દેખાડી રહ્યા છે. તેઓ પુતિન અને ઝેલેન્સ્કી બંને સાથે મુલાકાત કરી ચૂક્યા છે અને બંને નેતાઓ વચ્ચે મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે. અમેરકાનું કહેવું છે કે, પુતિન ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરવા નથી માગતા, પરંતુ હવે અમેરિકાએ બંને દેશોને ધમકી આપી છે.   સોમવારે પત્રકારો સાથે વાતચીતમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે, પુતિન ઝેલેન્સ્કી સાથે કેમ મુલાકાત કરવા નથી માગતા? તેના જવાબમાં ટ્રમ્પે સીધું રહ્યું કે, 'પુતિનને ઝેલેન્સ્કી પસંદ નથી, તેથી તેઓ તેમની સાથે મુલાકાત કરવા નથી માગતા. પુતિન સાથે મારી વાતચીત સારી રહી છે. જોકે, આ વચ્ચે ફરીથી હુમલા કરવામાં આવી રહ્યા છે, જે પછી મને ગુસ્સો આવી જાય છે.' બીજી તરફ રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવનું કહેવું છે કે, પ્રમુખ પુતિન યુક્રેન સાથે વાટાઘાટો કરવા તૈયાર છે પરંતુ ઝેલેન્સકી આ કરાર માટે કાયદેસર નથી. તેમણે કહ્યું કે જ્યારે કરાર પર હસ્તાક્ષર કરવાનો સમય આવશે, ત્યારે એ પણ જોવું પડશે કે તેના પર હસ્તાક્ષર કરનાર વ્યક્તિ કાયદેસર છે કે નહીં. તેમણે કહ્યું કે યુક્રેનિયન બંધારણ પ્રમાણે ઝેલેન્સકી આ કરાર પર હસ્તાક્ષર કરવા માટે કાયદેસર નથી. બીજી તરફ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો બંને દેશોના નેતાઓ આ મુલાકાતથી અંતર બનાવશે, તો તેના ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, જો બંને દેશોના નેતાઓ મુલાકાત નહીં કરે અને કોઈ કરાર ન થાય તો શું થશે? આના પર ટ્રમ્પે કહ્યું કે જો બંને નેતાઓ મુલાકાત નહીં કરે, તો તેના ગંભીર પરિણામો આવશે. જો હું પ્રમુખ હોત, તો આ યુદ્ધ ક્યારેય ન થયું હોત. આપણે આગામી એક કે બે અઠવાડિયામાં જોઈશું કે શું થાય છે અને તે સમયે હું ખૂબ જ મજબૂતીથી પગલાં લઈશ.