Breaking News :
અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ

કેદારનાથ યાત્રા પર જનારા માટે મોટા સમાચાર: આજથી હેલિકોપ્ટર બુકિંગ શરૂ

April 11, 2026

વર્ષ 2026માં ચારધામ યાત્રાનો પ્રારંભ 19 એપ્રિલથી થઈ રહ્યો છે, જ્યારે બાબા કેદારનાથના કપાટ શ્રદ્ધાળુઓ માટે 22 એપ્રિલના રોજ ખોલવામાં આવશે. આ યાત્રા શરૂ થાય તે પહેલા જ આજથી એટલે કે 11 એપ્રિલ, શનિવારના રોજ સાંજે 6 વાગ્યાથી કેદારનાથ હેલિકોપ્ટર સર્વિસ માટેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર દ્વારા કેદારનાથના દર્શન કરવા માંગતા હોય, તેઓ ઓનલાઈન માધ્યમથી પોતાની ટિકિટ બુક કરાવી શકશે.

ટિકિટ બુકિંગમાં પારદર્શિતા જળવાય અને છેતરપિંડી અટકે તે માટે વહીવટીતંત્ર દ્વારા માત્ર IRCTCની સત્તાવાર વેબસાઇટ heliyatra.irctc.co.in પર જ બુકિંગની સુવિધા આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓએ અન્ય કોઈ વેબસાઇટ કે એજન્ટ દ્વારા ટિકિટ બુક ન કરવા વિનંતી કરવામાં આવી છે. બુકિંગ કરવા માટે યુઝરે પોતાના મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગઈન કરવાનું રહેશે. ત્યારબાદ યાત્રાની તારીખ, હેલીપેડ અને સમયનો સ્લોટ પસંદ કરી, યાત્રીઓનું નામ, ઉંમર અને આધાર કાર્ડ નંબર જેવી વિગતો ભરીને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ખાસ નોંધનીય છે કે, આ માટે ઉત્તરાખંડ પર્યટન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત છે.