ઝારખંડમાં ટળ્યો મોટો રાજકીય ભૂકંપ! JMMના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓએ લીધો રાહતનો શ્વાસ
June 06, 2026
ઝારખંડની જે 2 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી થવાની છે, તેના માટે કોંગ્રેસે પહેલાથી જ પ્રણવ ઝાને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવી દીધા હતા. આનાથી JMM નારાજ થયું હતું, કારણ કે JMMનો આરોપ હતો કે, કોંગ્રેસે તેમને વિશ્વાસમાં લીધા વિના જ નામની જાહેરાત કરી દીધી હતી. નારાજ JMMએ ત્યારે એવું વલણ અપનાવ્યું હતું કે, તેઓ બંને બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે. જો JMM બંને બેઠકો પર ચૂંટણી લડે, તો કોંગ્રેસના ઉમેદવાર માટે રાજ્યસભા પહોંચવું મુશ્કેલ બની જાત અને ગઠબંધનમા તકરાર વધી શકતી હતી.
સુપ્રિયો ભટ્ટાચાર્યએ માહિતી આપી છે કે, આ બેઠક માટે નામાંકન 8 જૂને થશે, અને આ દરમિયાન ખુદ સીએમ હેમંત સોરેન પણ હાજર રહેશે. તેમણે મહાગઠબંધનના અન્ય પક્ષો કોંગ્રેસ અને આરજેડી (RJD) પાસેથી પણ સમર્થનની આશા વ્યક્ત કરી છે. તેમણે સ્વીકાર્યું કે બેઠકોની વહેંચણીને લઈને કેટલાક મતભેદો હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવાયો છે, જે બધાને અનુકૂળ હોય. વર્તમાન અંકગણિત મુજબ કોઈ પણ પક્ષ પાસે એકલા એટલા ધારાસભ્યો નથી કે, તે રાજ્યસભા માટે 2 ઉમેદવારોને એકસાથે મેદાનમાં ઉતારી શકે.
Related Articles
કોકરોચ પાર્ટીનું વિરોધ પ્રદર્શન, અભિજીતે કહ્યું- આ તો માત્ર ટ્રેલર હતું!
કોકરોચ પાર્ટીનું વિરોધ પ્રદર્શન, અભિજીતે...
Jun 06, 2026
જંતર મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી' ના દેખાવો શરૂ, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ
જંતર મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી' ના દેખ...
Jun 06, 2026
ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો! અમેરિકામાં H-1Bથી ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ બંધ કરવા બિલ રજૂ
ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો! અમેરિ...
Jun 06, 2026
'કોકરોચ જનતા પાર્ટી' ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે દેખાવોની મંજૂરી આપી
'કોકરોચ જનતા પાર્ટી' ના સ્થાપક અમેરિકાથી...
Jun 06, 2026
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ...
Jun 05, 2026
પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆ...
Jun 05, 2026
Trending NEWS
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
04 June, 2026