અમેરિકા જતા વિદ્યાર્થીઓને મોટી રાહત, 'ડ્યુરેશન ઓફ સ્ટેટસ' નો નિયમ રદ, નાણા-સમય બચશે
November 22, 2026
ન્યુ યોર્ક : અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જતા હજારો ગુજરાતી અને ભારતીય વિદ્યાર્થીઓ માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની એક ફેડરલ કોર્ટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા લાવવામાં આવેલા વિવાદાસ્પદ ‘ડ્યુરેશન ઓફ સ્ટેટસ સમાપ્ત કરવાના નિયમને સત્તાવાર રીતે રદબાતલ ઠેરવ્યો છે. કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાથી F-1 અને J-1 વિઝા પર અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓ પર લટકતી વિઝા એક્સટેન્શનની તલવાર હટી ગઈ છે.
અત્યાર સુધીના નિયમ મુજબ, વિદેશી વિદ્યાર્થીઓ જ્યાં સુધી તેમનો અભ્યાસક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમેરિકામાં કાયદેસર રીતે રહી શકતા હતા. પરંતુ, DHS દ્વારા આ વ્યવસ્થા બદલીને વિદ્યાર્થીઓને ચોક્કસ સમયમર્યાદા માટે જ વિઝા આપવાનો નિયમ લાવવામાં આવ્યો હતો.
જો આ નિયમ લાગુ થયો હોત, તો જો કોઈ વિદ્યાર્થીનો રિસર્ચ પ્રોજેક્ટ લંબાય કે ડિગ્રી પૂરી કરવામાં સહેજ પણ વિલંબ થાય, તો તેણે દર વખતે USCIS સમક્ષ વિઝા એક્સટેન્શન માટે અરજી કરવી પડત. આ પ્રક્રિયા અત્યંત ખર્ચાળ અને સમય માગી લે તેવી હોવાથી ગુજરાતી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ખાસ કરીને માસ્ટર્સ અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ માટે આ નિયમ મોટી મુશ્કેલી સર્જી શકે તેમ હતો.
16 નવેમ્બર, 2026ના રોજ ફેડરલ જજે આ નિયમને રદ કરતા હવે જૂની વ્યવસ્થા યથાવત્ રહેશે. અમદાવાદ સ્થિત વિદેશ અભ્યાસના નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી વિદ્યાર્થીઓના હજારો ડોલર અને કિંમતી સમય બચી જશે, જેથી તેઓ કોઈપણ માનસિક તણાવ વિના પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. જોકે, નિષ્ણાતો એવી પણ ચેતવણી આપી રહ્યા છે કે અભ્યાસ દરમિયાન ભલે રાહત મળી હોય, પરંતુ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ અમેરિકામાં સ્થાયી થવાનો રસ્તો હજુ પણ પડકારજનક છે. તાજેતરમાં જ DHS દ્વારા H-1B વિઝા એક્સટેન્શનના નિયમો કડક બનાવવાનો અને ગ્રીન કાર્ડ માટેની ‘PERM’ પ્રક્રિયામાં આકરી તપાસ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આમ, હાલ પૂરતી વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે, પરંતુ ભવિષ્યમાં નોકરી અને વિઝા રિન્યુઅલ માટે વિદ્યાર્થીઓએ વધુ સતર્ક રહેવું પડશે.
Related Articles
રાજસ્થાનમાં મોડી રાત્રે બે ગોઝારા અકસ્માતમાં 12 લોકોનાં મોત
રાજસ્થાનમાં મોડી રાત્રે બે ગોઝારા અકસ્મા...
Nov 22, 2026
ચાર નેતાઓએ સાથે મળીને ઉત્તર પ્રદેશની તસવીર બદલી નાખી - PM મોદી
ચાર નેતાઓએ સાથે મળીને ઉત્તર પ્રદેશની તસવ...
Nov 22, 2026
પુરાના કિલ્લામાં પ્રથમ SCO સિવિલાઇઝેશનલ ડાયલૉગ ફોરમ શરૂ, મોદી બોલ્યા: સાંસ્કૃતિક જોડાણ શાંતિની સૌથી મજબૂત ખાતરી
પુરાના કિલ્લામાં પ્રથમ SCO સિવિલાઇઝેશનલ...
Nov 21, 2026
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ધુમ્મસને કારણે પિકઅપ સાથે એમ્બ્યુલન્સ અથડાતાં 5નાં મોત
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્...
Nov 21, 2026
મુંબઈના કુર્લામાં ઉદ્યાનમાં ફોટો પડાવતા યુવક-યુવતી સાથે સગીરોની છેડતી અને મારામારી, 8ની અટકાયત
મુંબઈના કુર્લામાં ઉદ્યાનમાં ફોટો પડાવતા...
Nov 21, 2026
50 ટકાથી વધુ ફ્લાઈટ્સ રદ થતા DGCAએ ફટકારી કારણ બતાવો નોટિસ
50 ટકાથી વધુ ફ્લાઈટ્સ રદ થતા DGCAએ ફટકાર...
Nov 20, 2026
Trending NEWS
21 November, 2026
20 November, 2026
20 November, 2026
20 November, 2026
20 November, 2026
20 November, 2026
20 November, 2026
20 November, 2026
20 November, 2026
19 November, 2026