ભાજપે અમારો ઉપયોગ જ કર્યો, કોંગ્રેસ સાથે પણ એવો જ અનુભવ ઃ ઉદ્ધવની હૈયારાળ
December 28, 2025
મુંબઈ ઃ મુંબઈમાં BMC ચૂંટણી 2025ને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, 'અત્યાર સુધી ભાજપે અમારો દુરૂપયોગ કર્યો. કોંગ્રેસની સાથે પણ અમારો એવો જ અનુભવ છે. આટલા વર્ષો બાદ અમે મરાઠી અને મહારાષ્ટ્ર માટે MNS સાથે આવ્યા છીએ.' તેમણે દાવો કર્યો કે, મહારાષ્ટ્રની સુરક્ષા માત્ર શિવસેના જ કરી શકે છે.
સેના ભવનમાં શિવસૈનિકોની બેઠકમાં તેમણે કહ્યું કે, 'જ્યારે ધનુષ-બાણનું નિશાન છીનવી લેવાયો, તો વિચારો આપણને મશાલ શા માટે મળી. હું તમને અપીલ કરવા માગું છું કે અમારી સાથે દગો ના કરો. તમારામાંથી કોઈપણ પક્ષપલટો ના કરે. એ ક્ષણ માટે મારી ખુરશી પર બેસીને જુઓ. હું ચાર નામ આપું છું, તેમાંથી કોઈ એકને ટિકિટ આપી દો. અને શહેર પણ. મહારાષ્ટ્રની ભલાઈ માટે જો મને વિલન પણ કહેવામાં આવે તો પણ મંજૂર છે પરંતુ પોતાના વફાદારી ના વેચો.' ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે, 'ભાજપે અમારો ખોટો ઉપયોગ કર્યો. કોંગ્રેસ સાથે પણ અમારો એવો જ અનુભવ છે. આટલા વર્ષો બાદ અમે મરાઠી અસ્મિતા માટે MNSની સાથે ગઠબંધન કર્યું છે. ગઠબંધનમાં વસ્તુઓ હંમેશા એવી નથી હોતી જેવી કોઈ ઇચ્છે છે. તમે ગઠબંધન કરવા ઈચ્છો છો પરંતુ પોતાના વોર્ડ છોડ્યા વગર, આ જ તમારું સ્ટેન્ડ છે. અમારે પોતાના કેટલાક હકના વોર્ડ છોડવા પડી રહ્યા છે. અમે બંનેએ સાથે આવવાનો નિર્ણય શા માટે લીધો? આ એક ઇમોશનલ લડાઈ છે. હું તમારા સપોર્ટથી શિવસેનાને આગળ લઈ જઈ રહ્યો છું.'
શિવસેના(UTB) પ્રમુખે એમ પણ કહ્યું કે, 'જો કોઈને ટિકિટ નથી મળતી અને તેઓ તુરંત ભાજપમાં ચાલ્યા જાય છે, તો શું પાર્ટી પ્રમુખના તમામ નિર્ણય તેમની મરજીથી લેવાય છે? તો શું મારે પણ ભાજપમાં જોડાઈ જવું જોઈએ? વિચારો આપણે કોના વિરુદ્ધ લડી રહ્યા છીએ.
Related Articles
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધ...
Jun 23, 2026
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવ...
Jun 23, 2026
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇ...
Jun 23, 2026
કેરળમાં પક્ષના નબળા પ્રદર્શનને લીધે જ્યોર્જ કુરિયનને રાજ્યસભાની ટિકિટ ન મળતાં મંત્રી પદ છોડ્યું
કેરળમાં પક્ષના નબળા પ્રદર્શનને લીધે જ્યો...
Jun 23, 2026
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલ...
Jun 22, 2026
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026