બિહારમાં ચૂંટણી પહેલા ભાજપનો મોટો 'ખેલ'! PM મોદીની સભામાં દેખાયા RJDના ધારાસભ્યો
August 22, 2025
બિહારમાં વિપક્ષના અનેક ધારાસભ્યો પલડું બદલી શકે છે. જેનો સંકેત આજે શુક્રવારે ગયામાં પીએમ મોદીની રેલી દરમિયાન મળ્યો છે. વડાપ્રધાન મોદીની રેલીમાં મંચ પર આરજેડીના બે ધારાસભ્યો જોવા મળ્યા છે. નવાદામાંથી આરજેડીના ધારાસભ્ય વિભા દેવી અને રાજૌલી ધારાસભ્ય પ્રકાશ વીર એનડીએના નેતાઓ સાથે મંચ શેર કરી રહ્યા હતાં.
જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદી જ્યારે ગયાજી પહોંચ્યા હતાં, ત્યારે મંચ પર નવાદામાંથી આરજેડીના વર્તમાન ધારાસભ્ય વિભા દેવી અને રજૌલી ધારાસભ્ય પ્રકાશ વીરને મળ્યા હતાં. વિભા દેવી હાલમાં જ જેલમાંથી મુક્ત થયેલા બાહુબલી રાજ બલ્લભ યાદવની પત્ની છે. આરજેડીના બંને ધારાસભ્ય એનડીએના કોઈ પણ પક્ષમાં સામેલ થઈ શકે છે. બંને ધારાસભ્યોએ આરજેડીમાંથી હાલ અંતર જાળવ્યું છે.
જણાવવામાં આવ્યું છે કે, એનડીએના મંચ પર આરજેડીના બે ધારાસભ્યોની ઉપસ્થિતિથી રાજકારણમાં હડકંપ મચ્યો છે. ગયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન ધારાસભ્ય વિભા દેવી અને પ્રકાશ વીર મંચ પર બેઠા હતાં. તેમની ઉપસ્થિતિએ આરજેડી છોડવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે, વિભા દેવી આરજેડીના પૂર્વ ધારાસભ્ય રાજ બલ્લભ પ્રસાદ યાદવના પત્ની છે. હાલમાં જ પટના હાઈકોર્ટના દુષ્કર્મ મામલે રાજ બલ્લભને મુક્ત કર્યા હતાં. તે પહેલાં નવાદાની નીચલી કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતાં. રાજૌલી મત વિસ્તારમાંથી આરજેડી ધારાસભ્ય પ્રકાશ વીર રાજ બલ્લભ પ્રસાદના અંગત વ્યક્તિ છે. તેમને આગામી વિધાનસભા ચૂંટણી માટે પક્ષ તરફથી ટિકિટ મળવાની કોઈ સંભાવના જણાતી નથી. નવાદામાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન આરજેડી નેતા તેજસ્વી પ્રસાદે ટિકિટ મુદ્દે સ્પષ્ટ સંકેત આપ્યા હતાં.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026