રિયાઝાન વિસ્તારની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 20ના મોત, 134 લોકો ઘાયલ
August 19, 2025
રશિયાના રિયાઝાન વિસ્તારમાં આવેલી દરુગોળો બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 20ના મોત અને 134 લોકો ઘાયલ થયા છે. મોસ્કોથી 250 કિમી દક્ષિણ-પૂર્વમાં આવેલા શિલોવ્સ્કી જિલ્લામાં આ દુર્ઘટના બની છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે. કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢવાનું કામ હાથ ધરાયુ છે.
દારુગોળો બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી અને બાદમાં બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક તપાસ શરુ કર્યા બાદ કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. રિયાઝાન વિસ્તારમાં એક દિવસની શોકની જાહેરાત કરાઇ છે. 20 લોકોના મોત થતા પરિવારજનોને તેમના મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે.
આગ અને બ્લાસ્ટનું કારણ હજુ અકબંધ છે. અહીં ઇમરજન્સી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. રિયાઝાન વિસ્તારના ગર્વનર પાલેવ માલકોવે જણાવ્યુ હતુ કે, એક વર્કશોપ દરમિયાન અહીં આગ લાગી હતી અને આગ લાગ્યા બાદ અહી વિસ્ફોટ થયો હતો.
મૃતકોના પરિવારને અને ઘાયલોને સહાય આપવામાં આવી રહી છે. તો સાથે જ ફેક્ટરીમાં પ્રોડક્શન બાબતે તપાસ શરુ કરાઇ છે. આ ઉપરાંત ઘાયલોને તુરંત સારવાર મળી રહી તે માટે પણ હૉસ્પિટલમાં સ્ટાફ પહોંચાડવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ લોકોને અન્ય હૉસ્પિટલમાં રિફર કરાયા છે.
Related Articles
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ્રી, પુતિન-ઝેલેન્સ્કીને ફોન કરી આપી મોટી ઓફર
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ...
Jul 05, 2026
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન અંગે દાવ
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ...
Jul 03, 2026
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજને કારણે 46 ડિગ્રી તાપમાનનો અનુભવ, 6 કરોડ લોકો માટે એલર્ટ જાહેર
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજ...
Jul 01, 2026
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ ઊઠાવ્યા
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4...
Jul 01, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026