અમેરિકામાં ભારતીય કંપનીઓની બોલબાલા 1.71 લાખ કરોડના નિવેશ સાથે ઇતિહાસ રચ્યો
May 09, 2026
નવી દિલ્હી : ભારતની આર્થિક શક્તિનો ડંકો હવે સાત સમંદર પાર વાગી રહ્યો છે. અમેરિકામાં ભારતીય કંપનીઓએ કુલ મળી ૧.૭૧ લાખ કરોડ રૂપિયાનાં નિવેશ સાથે ઇતિહાસ રચી દીધો છે. '૨૦૨૬ : સીલેક્ટ યુ.એસ.ઇન્વેસ્ટમેન્ટ-સમિટ' માં અમેરિકી દૂતાવાસે દાવો કર્યો છે કે જેથી દરેક ભારતીયની છાતી ગજ-ગજ ફૂલી રહે છે. ભારતની વિવિધ કંપનીઓએ અમેરિકામાં હજી સુધીમાં કુલ મળી ૨૦.૫ બિલિયન ડોલર્સ (આશરે રૂ. ૧.૭૧ લાખ કરોડ)નું મુડી રોકાણ કર્યું છે. આથી ભારત સ્થિત અમેરિકી દૂતાવાસે જણાવ્યું છે કે, હવે અમેરિકાના આર્થિક વિકાસમાં ભારતી ઉદ્યોગ-જગત એક મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. આ પૈકી સૌથી મોટો હિસ્સો ફાર્માસ્યુટિકલ કંપનીઓનો છે. તેમણે રીસર્ચ અને ડેવલોપમેન્ટ (આર એન્ડ ડી) મળીને ૧૯.૧ અબજ ડોલર્સનું રોકાણ કર્યું છે. જે અમેરિકામાં દવા ઉત્પાદનમાં મજબૂતી આપશે. આ ઉપરાંત સ્ટીલ સેક્ટરમાં ૨૫૫ મિલિયન ડોલર્સનું નિવેશ કરવામાં આવ્યું છે. તે રોકાણ દ્વારા અમેરિકાની જૂની ઔદ્યોગિક ક્ષમતાને આધુનિક બનાવવામાં આવશે. જયારે ૧૨ કંપનીઓ ગ્રીન-ફીલ્ડ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. તેમાં ભારતીય કંપનીઓએ ૧.૧ અબજ ડોલર્સનું બજેટ રાખ્યું છે. ફાર્મા અને સ્ટીલ ઉપરાંત, ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર તથા ઇમર્જિંગ ટેકનોલોજી (એઆઈ/ કવોન્ટમ)માં પણ ભારતીય કંપનીઓ નિવેશ કરી રહી છે. આ નિવેશ માત્ર પૈસા જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચે મજબુત થતા વ્યાપારી સંબંધોનું પ્રતીક છે. ભારતીય કંપનીઓ અમેરિકામાં હજ્જારો નવા રોજગાર પણ ઉત્પન્ન કરશે તેમ વિશ્લેષકોનું કહેવું છે.
Related Articles
AI બૂમની અસર : સેમસંગની માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી
AI બૂમની અસર : સેમસંગની માર્કેટ કેપ 1 ટ્...
May 09, 2026
રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો, મંગળવારે શરૂઆતી કારોબારમાં મોટાભાગના શેર લાલ નિશાનમાં ખુલ્યા
રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો, મંગ...
May 05, 2026
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં તેજી: સેન્સેક્સ 77,245 અને નિફ્ટી 24,096 ના સ્તરે ખૂલ્યા
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં...
Apr 29, 2026
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા: વૈશ્વિક બજારમાં ઘટાડો છતાં સ્થાનિક સોના-ચાંદીમાં તેજી
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા:...
Apr 21, 2026
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો ડંકો : દેશના કુલ એક્ટિવ રોકાણકારોમાં રાજ્યનો 12.5% હિસ્સો
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતન...
Apr 20, 2026
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,0...
Apr 15, 2026
Trending NEWS
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કેએલ રાહુલે...
09 May, 2026