લોસ એન્જેલસના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બોમ્બ વિસ્ફોટ, ત્રણ લોકોના મોત

July 19, 2025

અમેરિકાના લોસ એન્જેલસમાં એક બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. શુક્રવારે ભારતના સમય પ્રમાણે રાતે 9 વાગ્યા આસપાસ સમાચાર એજન્સીએ આ ઘટનાની માહિતી આપી હતી. એન્જેલસ કાઉન્ટી શેરિફ વિભાગના ટ્રેનિંગ સેન્ટરમાં આ ઘટના બની હતી. આ વિસ્ફોટમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે.  જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી છે. 

અમેરિકાના સમય પ્રમાણે આ દુર્ઘટના સવારના સાત વાગ્યે બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પણ પોલીસકર્મીઓના રુપમાં કરવામાં આવી છે.   ઘટના બાદ અધિકારીઓને વિસ્ફોટ વાળી જગ્યાને છાંકી દીધી હતી. આ વિસ્ફોટ એટલો બયાનક હતો કે લગભગ 25 ગજના અંતરે રહેલી એક એક્સયુવી કારના કાચ તુટી ગયા. 

બોમ્બ નિરોધક કર્મચારીઓ આ વિસ્ફોટક લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. જો કે એજન્સીઓ આ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે જો કે હજી આ વિસ્ફોટનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. એવેન્યુમાં આવેલા બિસ્કેલુઝ ટ્રેનિંગ સેન્ટરમાં આ ઘટના બની હતી. અહીં શેરિફના વિશેષ પ્રવર્તન બ્યુરો અને બોમ્બ નિરોધક સહિત આગશામક વિસ્ફોટક વિભાગનું કાર્યાલય પણ અહીં આવેલું છે.