કેનેડાએ લૉરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યું, કહ્યું- ગેંગવોર અને હત્યાઓમાં સંડોવણી
September 30, 2025
કેનેડા સરકારે સોમવારે (29 સપ્ટેમ્બર) કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગને સત્તાવાર રીતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ઘણા સમયથી ગેંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ થઈ રહી હતી. સરકારે દાવો કર્યો છે કે, લૉરેન્જની ગેંગ કેનેડામાં અનેક ગેંગવોર અને હત્યાઓમાં સંડોવાયેલી છે.
કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી ગૈરી આનંદસાંગરી (Gary Anandasangaree)એ આ જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે કે, ‘આજે અમારી સરકારે બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન (Prohibited Terrorist Organization) જાહેર કર્યું છે. કેનેડામાં હિંસા, આતંક અને સમુદાયોને ધમકાવવાનું ક્યારેય સહન કરવામાં આવશે નહીં.’ જ્યારે કેનેડામાં માર્ક કાર્નીની સરકાર હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘તેઓ ગેંગને આતંકી સંગઠન જાહેર કરવાની માંગ પર વિચારણા કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ હાલમાં ભારતમાં ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે.
કેનેડાના ટોરન્ટોમાં 14 મેએ 51 વર્ષીય ભારતીય મૂળના ઉદ્યોગપતિ હરજીત સિંહ ઢડ્ડાની તેમના ઓફિસના પાર્કિંગમાં ગોળી મારીને હત્યા (Murder) કરાઈ હતી. હુમલાખોરોએ તેમને આડેધડ ગોળીઓ મારી હતી. આ ઘટના બાદ તરત જ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા બે લોકોએ ફેસબુક પોસ્ટ કરીને ઢડ્ડાની હત્યાની જવાબદારી સ્વિકારી હતી. આ ઉપરાંત આ ઘટનાના બે મહિના અગાઉ બ્રિટિશ કોલંબિયાના સરેમાં અને તે જ મહિને બ્રેમ્પટનમાં પણ અન્ય ભારતીય મૂળના ઉદ્યોગપતિઓની હત્યા થઈ હતી. કેનેડિયન તપાસ એજન્સીઓએ દાવો કર્યો છે કે, આ તમામ હત્યાઓનું કનેક્શન ભારતમાં સક્રિય લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલું છે.
Related Articles
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ માટે હવે મળશે 90 દિવસ
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્...
Aug 29, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026