વિશ્વમાં ટીકાઓ બાદ કેનેડા પોલીસ દોડતી થઈ, એક ખાલિસ્તાનીની ધરપકડ

November 10, 2024

મિલ્ટન : કેનેડામાં હાલમાં જ ખાલિસ્તાનીઓ દ્વારા હિન્દુઓ પર કરવામાં આવેલા હુમલાની વિશ્વભરમાં ટીકાઓ થતાં હવે કેનેડિયન પોલીસ સક્રિય બની છે. તે સતત તપાસ હાથ ધરી ગુનેગારોની ધરપકડ કરી રહી છે. હાલમાં જ કેનેડિયન પોલીસે ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અર્શ ડાલાની ધરપકડ કરી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, કેનેડામાં 27-28 નવેમ્બરે થયેલા એક શૂટઆઉટ મામલે અર્શ ડાલાની ધરપકડ કરવામાં આવી છે. હિન્દુઓ પર થયેલા હુમલામાં પણ કેનેડિયન પોલીસ માસ્ટરમાઈન્ડ સહિત ચાર લોકોની ધરપકડ કરી ચૂકી છે. કેનેડાની હાલ્ટન રીજનલ પોલીસ સર્વિસે મિલ્ટનમાં થયેલા ગોળીબાર કેસમાં તપાસ હાથ ધરી હતી. આ મામલે અર્શ ડાલાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.