'કાવડયાત્રામાં શિવભક્તો કરતાં વધારે ગુંડા, જેલમાં પૂરો...', સપા ધારાસભ્યના નિવેદનથી હોબાળો

July 21, 2025

સંભલના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈકબાલ મહમૂદે કાવડ યાત્રા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડાઓ વધુ છે. આ લોકો તોડફોડ કરી રહ્યા છે અને ગુંડાગીરી કરી રહ્યા છે. તેમના આ નિવેદને કાવડયાત્રાની પવિત્રતા અને તેમાં સામેલ લોકોના વર્તન પર સવાલ ઉઠાવ્યા છે, હવે તેમના આ નિવેદનથી હોબાળો મચી ગયો છે. સપાના ધારાસભ્યએ કાવડીઓ પર પ્રતિક્રિયા આપતા સપા ધારાસભ્યએ કહ્યું કે, કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડાઓ વધુ છે. તેમણે દાવો કર્યો કે આ લોકો રસ્તાઓ પર તોડફોડ અને ગુંડાગીરી કરી રહ્યા છે અને તેમનું સ્થાન જેલમાં છે. તેમણે સરકાર પાસે આ બદમાશો સામે કાર્યવાહી કરવા અને તેમને જેલમાં મોકલવાની માંગ કરી. સપાના ધારાસભ્યએ તોફાન મચાવી રહેલા કાવડીઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'કાવડયાત્રામાં શિવભક્તો કરતા વધુ ગુંડાઓ છે. તેમણે દાવો કર્યો કે, આ લોકો રસ્તા પર તોડફોડ અને ગુંડાગીરી કરી રહ્યા છે અને તેમની જગ્યા જેલમાં છે.' તેમણે સરકારને આ ઉપદ્રવીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને જેલ મોકલવાની માગ કરી છે. મહમૂદે મુઝફ્ફરનગરમાં થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'ત્યાં કાવડયાત્રીઓએ બાળકોને લઈ જઈ રહેલી એક સ્કૂલ વાનમાં તોડફોડ કરી. તેમણે ચિંતા વ્યક્ત કરી કે,કાવડયાત્રામાં સાચા શિવભક્તોની સંખ્યા ખૂબ ઓછી છે, જ્યારે ગુંડાગીરી કરનારાઓની સંખ્યા વધુ છે.'  તેમણે આગળ કહ્યું કે, 'આ લોકો સારા કર્મ નથી કરી રહ્યા, પરંતુ બીજાને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે તેમના કર્મોનું ફળ પરલોકમાં ભોગવવું પડશે.' આ અગાઉ ઈકબાલ મહમૂદે કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેન્દ્ર રાણા દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ ઈકરાન પર કરવામાં આવેલી 'નિકાહ કુબૂલ હૈ, કુબૂલ હૈ' વાળી ટિપ્પણી પર તીખી પ્રતિક્રિયા આપી હતી.