કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: ChatGPTની ભૂમિકા સામે ગંભીર આરોપ…
April 30, 2026
બ્રિટિશ કોલંબિયા : કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલા Tumbler Ridgeમાં થયેલા માસ શૂટિંગના પીડિતોના પરિવારો દ્વારા OpenAI અને તેના CEO સેમ અલ્ટમેન સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ બુધવારે સાન ફ્રાન્સિસ્કોના ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદીઓનો આરોપ છે કે હુમલાખોરે ChatGPTનો ઉપયોગ કરીને હુમલો કરવાની યોજના બનાવવાની માહિતી OpenAIને ઘટના બનતા આઠ મહિના પહેલાંથી હતી, છતાં કંપનીએ સરકારી એજન્સીઓને આ વિશે જાણ કરી નહોતી.
હુમલાખોર જેસી વાન રૂટસેલાર માત્ર 18 વર્ષની હતી. તેણે 10 ફેબ્રુઆરીએ પોતાના ઘરે તેની મમ્મી અને 11 વર્ષના સાવકા ભાઈને ગોળી મારી હત્યા કરી હતી. ત્યારબાદ પોતાની જૂની સ્કૂલમાં એક શિક્ષક અને પાંચ વિદ્યાર્થીઓની હત્યા કરી હતી. બાદમાં તેણે આત્મહત્યા કરી હતી. આ કેસ મુજબ જૂન 2025માં OpenAIની ઓટોમેટેડ સિસ્ટમ્સે ChatGPT પર ગન હિંસા સંબંધિત વાતચીતને ફ્લેગ કરી હતી, પરંતુ સેમ અલ્ટમેન અને અન્ય નેતૃત્વ દ્વારા નિર્ણય બદલી દેતાં પોલીસને જાણ કરવામાં આવી નહોતી.
આ કેસ AI કંપનીઓ પર આરોપ લગાવતા અનેક કેસોમાંનો એક છે, જેમાં કહેવાય છે કે તેઓ નુકસાનકારક ચેટબોટ ઇન્ટરએક્શન અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે. જોકે યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પ્રથમ કેસ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ChatGPTએ માસ શૂટિંગમાં મદદ કરી હતી. ફરિયાદીઓમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારજનો સામેલ છે. તેઓ અનિર્ધારિત વળતર અને OpenAIને તેની સલામતી નીતિઓમાં ફેરફાર કરવા માટે કોર્ટના આદેશની માંગ કરી છે, જેમાં સરકારી એજન્સીઓને ફરજિયાત માહિતી આપવાની પ્રક્રિયા પણ સામેલ છે.
OpenAIએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને કેસમાં લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીએ જણાવ્યું કે તે ChatGPTની સુરક્ષા વધારવા માટે કામ કરી રહી છે, જેમાં તણાવના સંકેતોને ઓળખવું, માનસિક આરોગ્ય સહાય સાથે જોડાણ, જોખમનું મૂલ્યાંકન અને વારંવાર ગુનો કરનારાઓની ઓળખ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ફ્લોરિડાના એટર્ની જનરલ James Uthmeierએ 2025માં Florida State University ખાતે થયેલા શૂટિંગમાં ChatGPTની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી હતી. આ કેસનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે તો નવાઈ નહીં.
કેનેડાના AI મંત્રી Evan Solomon કેસ દાખલ થયા બાદ AI ચેટબોટ્સને નિયમિત કરવા અંગે વિચાર કરી રહ્યા છે. તેઓ OpenAI સાથે મળીને તેની સલામતી નીતિઓની તપાસ કરી રહ્યા છે. આ કેસમાં કોર્ટ નક્કી કરશે કે હિંસાને પ્રોત્સાહન આપવા માટે AI પ્લેટફોર્મની સંભવિત ભૂમિકા શું હોઈ શકે અને કંપનીને વપરાશકર્તાઓના કાર્યો માટે જવાબદાર ઠરાવી શકાય કે નહીં.
Related Articles
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ માટે હવે મળશે 90 દિવસ
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્...
Aug 29, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026