કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
September 02, 2026
કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવે તે રીતે પેટ્રોલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ વધારીને 1.50 પ્રતિ લિટર કરી દીધો છે. આ સાથે ડીઝલની નિકાસ પરના શુલ્કમાં પણ 1નો વધારો કરાયો છે, જેથી તે 25 પ્રતિ લિટર થઈ ગયો છે. અગાઉ 15 ઓગસ્ટની સમીક્ષા દરમિયાન સરકારે પેટ્રોલની નિકાસ પરનો આ ટેક્સ ઘટાડીને શૂન્ય કરી દીધો હતો, જેમાં હવે ફરીથી વધારો ઝીંકાયો છે.
આ ટેક્સ ફેરફારો બાદ બુધવાર 2 સપ્ટેમ્બરે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના નવા દરો બહાર પાડવામાં આવ્યા છે. દિલ્હીમાં આજે 2 સપ્ટેમ્બરે 1 લિટર ઇથેનોલ વગરના પેટ્રોલની કિંમત 167.35 નોંધાઈ છે. આ ઉપરાંત દિલ્હીમાં અન્ય ઈંધણના ભાવ જોઈએ તો E5 પેટ્રોલનો ભાવ 109.24 અને E20 પેટ્રોલનો ભાવ 102.12 પ્રતિ લિટર નિર્ધારિત કરવામાં આવ્યો છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં વપરાતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી યથાવત છે અને નવી જોગવાઈ માત્ર વિદેશી નિકાસ પર લાગુ થશે. વિન્ડફોલ ટેક્સ નિકાસ પર લાગતો હોવાથી ઘરેલુ બજારમાં બંને ઈંધણના સામાન્ય ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ ટેક્સ વધારાને કારણે દેશના સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર કોઈપણ પ્રકારની માઠી અસર નહીં પડે.
બીજી તરફ મંગળવારે વિમાનના ઈંધણની નિકાસ પર ટેક્સ 50 પૈસા ઘટાડીને 19 પ્રતિ લિટર કરાયો છે. નવી સમીક્ષા મુજબ પેટ્રોલ પર લાગતો સંપૂર્ણ 1.50નો ટેક્સ SAED તરીકે લેવાશે. જ્યારે ડીઝલ પરના કુલ 25 શુલ્કમાંથી 24 SAED અને 1 રોડ એન્ડ ઇન્ફ્રા સેસ પેટે વસૂલવામાં આવશે. આ ઉપરાંત વિમાન ઈંધણ પરનો તમામ 19 ચાર્જ પણ SAED હેઠળ જ લાગુ પડશે.
Related Articles
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આવેલું પવિત્ર તળાવ 90 ટકા સુકાયું, તંત્ર પાસે બચાવવાની ઉગ્ર માંગ
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આ...
Sep 02, 2026
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત...
Sep 02, 2026
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓ...
Sep 01, 2026
સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 22 હજાર કરોડની લોન સામે 6 કરોડમાં પતાવટનો પ્લાન અટક્યો, નવેસરથી થશે સુનાવણી
સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 22 હજાર કરોડની...
Sep 01, 2026
E20 પેટ્રોલે બદલ્યો બજારનો મિજાજ! આ ગાડીઓ પર તૂટી પડ્યા ગ્રાહકો, 6 મહિનાનો વેઇટિંગ પિરિયડ
E20 પેટ્રોલે બદલ્યો બજારનો મિજાજ! આ ગાડી...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026