બોઇસરના ફાર્મા યુનિટમાં કેમિકલ લીકેજ, 22 કામદારો અસરગ્રસ્ત
March 24, 2026
બોઇસરના તારાપુર MIDC વિસ્તારમાં આવેલા એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં કેમિકલ લીકેજની ઘટના બની હતી, જેમાં 22 કામદારો અસરગ્રસ્ત થયા હતાં. આંખોમાં બળતરા અને ગૂંગળામણ થતાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. રવિવારે બપોરે આશરે 1:45 વાગ્યે ટેન્કરમાં ડાયમિથાઇલ સલ્ફેટ ટ્રાન્સફર કરતી વખતે આ ઘટના બની હતી. ટેન્કરની વેન્ટ લાઇનમાંથી કેમિકલ ઓવરફ્લો થઈ જમીન પર ઢોળાઈ ગયું હતું. ત્યારબાદ તેને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા દરમિયાન ધુમાડો નીકળતાં કામદારોને અસર પહોંચી હતી.
ડાયમિથાઇલ સલ્ફેટના ગુણધર્મોને કારણે કામદારોની આંખોમાં બળતરા થઈ હતી અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. શરૂઆતમાં તેમને યુનિટમાં જ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતાં. પરંતુ લક્ષણો ચાલુ રહેતાં સાંજે લગભગ 7 વાગ્યે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ અસરગ્રસ્તોની તબિયત હાલમાં સ્થિર અને સારી છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026