છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો
May 09, 2026
છોટા ઉદેપુર : છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં પોલીસ અંગે ભ્રામક માહિતી ફેલાવ્યાનો ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોડેલી પોલીસ દ્વારા AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા વિરુદ્ધ નોન-કોગ્નિઝેબલ ગુનો દાખલ કર્યો છે. જેમાં ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા વીડિયોને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો છે. AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ એક વીડિયો જાહેર કરીને AAPના ચૂંટાયેલા સભ્યોને પ્રલોભન અને ડરાવવાનો પોલીસ પર આક્ષેપ કર્યા હતા. વીડિયોમાં પોલીસ દલાલી કરતી હોવાના શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
Related Articles
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમ...
May 09, 2026
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક...
May 09, 2026
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત...
May 09, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 ક...
May 06, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026