Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

ચીન અને ભારત અમારી ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે: કેનેડાનો વધુ એક ગંભીર આક્ષેપ

March 25, 2025

કેનેડાએ ચૂંટણી પહેલા ભારત પર અતિગંભીર આરોપો લગાવ્યા છે. કેનેડાનો આરોપ છે કે ત્યાંની ચૂંટણીમાં ભારત હસ્તક્ષેપ કરી શકે છે કારણ કે અત્યારે બંને દેશોના સંબંધ ખરાબ છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર કેનેડાની ગુપ્તચર એજન્સીનો દાવો છે કે ભારત, ચીન, રશિયા અને પાકિસ્તાન કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ આગામી 28 એપ્રિલે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.  કેનેડાની ગુપ્તચર એજન્સી CSISના ઉપપ્રમુખ વેનેસા લોયડનો દાવો છે કે' કેનેડાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ચીન તરફથી AIનો ઉપયોગ કરવામાં આવશે. તથા ભારત સરકારમાં પણ કેનેડાની લોકતાંત્રિક પ્રક્રિયા પર દખલ કરે તેવી ક્ષમતા છે.' નોંધનીય છે કે કેનેડાના પૂર્વ પીએમ ટ્રુડોની અવળચંડાઇના કારણે ભારત અને કેનેડાના સંબંધો હાલ અતિસંવેદનશીલ સમયથી પસાર થઈ રહ્યા છે. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોને ખુલ્લી છૂટ આપવામાં આવે છે. જેના કારણે કેનેડામાં સતત ભારત વિરોધી ગતિવિધિના આરોપો લાગુ ચૂક્યા છે. બીજી તરફ કેનેડાનો દાવો છે કે ભારતે કેનેડામાં ઘૂસીને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા કરાવી છે.