Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ મહામુકાબલા પહેલા યોજાશે ક્લોઝિંગ સેરેમની, પોપ સ્ટાર રિકી માર્ટિન કરશે પરફોર્મ

March 06, 2026

અમદાવાદ : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઠમી માર્ચે T20 વર્લ્ડ કપ 2026નો ભવ્ય ફાઈનલ મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક મેચ પૂર્વે ક્રિકેટ ચાહકો માટે મનોરંજનનો ડબલ ડોઝ પીરસવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જાહેરાત કરી છે કે આંતરરાષ્ટ્રીય પોપ આઇકોન રિકી માર્ટિન સમાપન સમારોહમાં પરફોર્મ કરશે. ભારતીય ટીમ અત્યંત શાનદાર ફોર્મમાં છે. સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડને ધૂળ ચટાડ્યા બાદ હવે ટીમ ઇન્ડિયાની નજર સતત બીજી વખત ખિતાબ જીતવા પર છે. અગાઉ 2024માં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે આ ટ્રોફી જીતી હતી. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતને ટક્કર આપવા તૈયાર છે.
ફાઈનલ મેચની શરૂઆત પહેલા સ્ટેડિયમમાં ભવ્ય મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્લોબલ સુપરસ્ટાર રિકી માર્ટિન પોતાના સુપરહિટ લેટિન પોપ ગીતો અને હાઈ-વોલ્ટેજ સ્ટેજ પર્ફોર્મન્સથી ચાહકોને ઝૂમાવશે. ICCએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, 'T20 વર્લ્ડ કપની પાર્ટી હવે વધુ મોટી બની ગઈ છે. રિકી માર્ટિન આ સમાપન સમારોહનું નેતૃત્વ કરશે.'