BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત, ઠાકરે-પવારને ઝટકો
November 10, 2025
મુંબઈ- મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. રાજ્યમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે જાહેરાત કરી છે કે, બીએમસીની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે.
કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારેનાગપુરમાં સત્તાવાર કહ્યું છે કે, અમારા સ્થાનિક નેતાઓએ અમારી પાર્ટીને એકલા આગળ વધવાની વિનંતી કરી છે. આ અંગે મેં હાઇકમાન્ડને વાત કરી હતી, તો હાઇકમાન્ડે અમને કહ્યું છે કે, સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવે. મુંબઈ કોંગ્રેસમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, એકલા હાથે ચૂંટણી લડવામાં આવે.
કોંગ્રેસે બીએમસીની ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કરીને મહાવિકાસ આઘાડી (MVA) ગઠબંધનની ચિંતા વધારી દીધી છે. આ ગઠબંધનમાં કોંગ્રેસની સાથે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને શરદ પવારની એનસીપી એસપી પાર્ટી સામેલ છે. ઉલ્લેખનીય છે કે, બીએમસીની ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી, ત્યારે તે પહેલા જ રાજ્યમાં રાજકીય ગરમાવો શરુ થઈ ગયો છે.
કોંગ્રેસના મુંબઈ એકમે 6 નવેમ્બરે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, કોંગ્રેસે બીએમસી ચૂંટણીમાં લડવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારોને અરજી કરવા કહ્યું હતું, જેમાં 1150થી વધુ અરજી આવી છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ વર્ષા ગાયકવાડે ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026