Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

તેલંગાણા જ્યુબિલી હિલ્સમાં કોંગ્રેસનો વિજય, ભાજપ ઉમેદવારને 24 હજાર વોટથી હરાવ્યાં

November 14, 2025

રાજસ્થાનની અંતા બેઠક પર કોંગ્રેસની શાનદાર જીત


આજે બિહાર વિધાનસભા ચૂંટણી સહિત કુલ 7 રાજ્યોની 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થવાની શરુઆત થઈ ગઈ છે. આ મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓમાં જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા, પંજાબ, મિઝોરમ અને ઓડિશાના મતદારોએ વર્ષની શરુઆતમાં ખાલી પડેલી આ 8 બેઠકો માટે નવા જનપ્રતિનિધિઓની પસંદગી કરી છે. જેમાં રાજસ્થાનની અંતા, ઝારખંડની ઘાટશિલા, પંજાબની તરનતારન, તેલંગાણાની જ્યુબિલી હિલ્સ, મિઝોરમની ડમ્પા, ઓડિશાની નુઆપાડા અને જમ્મુ-કાશ્મીરની બડગામ તથા નગરોટા બેઠકનો સમાવેશ થાય છે. તેલંગાણાની જ્યુબિલી હિલ્સ વિધાનસભા પેટાચૂંટણીના અંતિમ પરિણામો અનુસાર, કોંગ્રેસના ઉમેદવાર નવીન યાદવે 98,988 મત મેળવીને વિજય હાંસલ કર્યો છે. જ્યારે BRSના મગંતી સુનીથા 74,259 મતો સાથે પાછળ રહ્યાં. આ રીતે, કોંગ્રેસે આ બેઠક પર 24,729 મતોની નિર્ણાયક બહુમતી સાથે જીત નોંધાવી છે.
તરનતારન વિધાનસભા પેટાચૂંટણીના 15 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં, આમ આદમી પાર્ટીના ઉમેદવાર હરમીત સિંહ સંધૂ 11,317 મતોની મજબૂત લીડ સાથે જીતી ગયા છે. 28,852 મત મેળવીને શિરોમણી અકાલી દળના ઉમેદવાર સુખવિંદર કૌર બીજા સ્થાને છે. જ્યારે, ખાલિસ્તાન સમર્થક સાંસદ અમૃતપાલ સિંહના સમર્થનવાળા ઉમેદવાર ત્રીજા ક્રમે છે અને કોંગ્રેસના ઉમેદવાર ચોથા ક્રમે છે.