'મેલોની' વાળી રમૂજ પર વિવાદ વધ્યો, વિદેશ મંત્રાલયે કહ્યું, 'વાત સન્માનપૂર્વક રજૂ થવી જોઈએ'
August 14, 2026
કોંગ્રેસ દ્વારા ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પર કરાયેલી ટિપ્પણી અને રાહુલ ગાંધીના વિદેશ નીતિ અંગેના નિવેદન પર વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ઇટાલી સાથે ભારતના સંબંધો ખૂબ જ મજબૂત છે, અને આપણે તેને વધુ ગાઢ બનાવવા માંગીએ છીએ. મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે, કોઈપણ વાત આદર અને સન્માન સાથે રજૂ કરવી જોઈએ. કોંગ્રેસના એક કાર્યક્રમમાં બોલતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની વિદેશ નીતિ પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'ખબર નહીં ક્યાંથી એમના મગજમાં ઘુસી ગયું કે ગળે મળવું એ જ ફોરેન પોલિસી છે.' આ દરમિયાન તેમણે મંચ પર કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષીતને બોલાવીને તેમને જોરથી ગળે લગાડીને એક એક્ટ કરી બતાવ્યો હતો.
આ એક્ટ દરમિયાન નેતા સંદીપ દિક્ષીતે રાહુલ ગાંધીને રોકીને કટાક્ષ કરતા પૂછ્યું હતું કે, 'એક વાત પૂછી શકું? મેલોની સમજીને તો નથી પકડ્યા ને…' તેમના આ સવાલ પર હોલમાં હાજર લોકો હસી પડ્યા હતા. રાહુલ ગાંધીએ પણ હસતાં હસતાં જવાબ આપ્યો હતો કે, 'ના-ના, હું હજી સુધી ત્યાં નથી પહોંચ્યો.' રાહુલ ગાંધી અને સંદીપ દિક્ષીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો, જેના પછી રાજકીય વિવાદ ચગ્યો છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને કોંગ્રેસના આ વલણ પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે રાહુલ ગાંધીની આ ટિપ્પણીને સંકુચિત માનસિકતા ધરાવતી અને અત્યંત નિંદનીય ગણાવી હતી.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, આ બાબત તેમને વ્યક્તિગત રીતે પણ પીડા આપે છે. તેમણે ઉમેર્યું, 'હું એ વિચારી પણ નથી શકતો કે ગાંધી સરનેમ ધરાવતી કોઈ વ્યક્તિ આવી શરમનાક ટિપ્પણી કરી શકે.' તેમણે વધુમાં કહ્યું કે, પોતાના લાંબા રાજકીય જીવનમાં તેમણે વિપક્ષના કોઈ પણ નેતાનું આવું અભદ્ર અને અકલ્પનીય વર્તન ક્યારેય જોયું નથી, જે સ્વસ્થ લોકશાહી માટે ગંભીર ખતરો છે.
Related Articles
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લ...
Nov 01, 2026
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અ...
Nov 01, 2026
Trending NEWS
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026