તમિલનાડુમાં CM વિજય માટે "કાંટાળો તાજ": સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો
May 10, 2026
તમિલનાડુના રાજકારણમાં દાયકાઓ પછી એક મોટો વળાંક આવ્યો છે. સુપરસ્ટાર વિજય હવે રૂપેરી પડદા પરથી ઉતરીને સચિવાલયના સિંહાસન પર બિરાજવા જઈ રહ્યો છે. તેની પાર્ટી 'તમિલગા વેટ્ટરી કઝગમ' (TVK) સત્તા સંભાળવા તૈયાર છે, વિજય પણ શપથગ્રહણ બાદ અધિકારીક રીતે CM બની ચુક્યો છે. જો કે આ CM નો તાજ ખુબ જ કાંટાળો છે.
તમિલનાડુના રાજકારણમાં સી. જોસેફ વિજયનો મુખ્યમંત્રી તરીકેનો પ્રવેશ એક નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. એમ.જી. રામચંદ્રન (MGR) અને જયલલિતા જેવા દિગ્ગજોના વારસાને આગળ ધપાવવા માટે વિજય તૈયાર છે, પરંતુ સત્તા સંભાળતાની સાથે જ તેમની સામે દસ એવા પડકારો છે જે તેમની રાજકીય કારકિર્દીની દિશા નક્કી કરશે. ટીવીકે (TVK) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, પરંતુ તેને સ્પષ્ટ બહુમતી મળી નથી. કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને VCK જેવા સહયોગી પક્ષો પર નિર્ભર રહેવું વિજય માટે મોટો પડકાર છે. મંત્રાલયોની વહેંચણી અને નીતિ વિષયક નિર્ણયોમાં સાથી પક્ષોને મનાવી રાખવા અને રાજ્યપાલની દેખરેખ હેઠળ સરકાર ટકાવી રાખવી એ તેમની પ્રથમ અગ્નિપરીક્ષા હશે.
વિજય માટે જનતાનો પ્રેમ મેળવવો સરળ હતો, પરંતુ વહીવટ ચલાવવો અલગ બાબત છે. બ્યુરોક્રસી (અમલદારશાહી) પર પકડ મેળવવી, બજેટ શિસ્ત જાળવવી અને કેબિનેટના આંતરિક મતભેદો ઉકેલવા માટે વહીવટી કુશળતાની જરૂર પડશે. લોકોએ 'સુપરસ્ટાર વિજય' ને મત આપ્યો છે કે 'વહીવટકર્તા વિજય' ને, તે હવે સાબિત થશે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026