દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે બસ ટ્રેલર સાથે અથડાતાં આગ લાગી, 7 મુસાફરોના મોત, 22ને ઈજા
July 01, 2026
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિ દરમિયાન એક અત્યંત ગોઝારી ઘટના બની છે. હરિદ્વારથી ઈન્દોર તરફ જઈ રહેલી મુસાફરો ભરેલી એક બસ કાબૂ ગુમાવીને આગળ જતા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત બાદ તરત જ બસમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આ હ્રદયદ્રાવક દુર્ઘટનામાં બસમાં સવાર 7 મુસાફરોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના રાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ કોલવા પોલીસ મથક વિસ્તારની હદમાં આવેલા એક વિશ્રામ વિસ્તાર નજીક સર્જાઈ હતી. અકસ્માત સમયે બસમાં કુલ 37 જેટલા મુસાફરો સવારી કરી રહ્યા હતા. ટ્રેલર સાથે બસની ટક્કર એટલી પ્રચંડ હતી કે થોડી જ મિનિટોમાં આગે સમગ્ર બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી. જોતજોતામાં બસનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો અને મુસાફરોને બચવાની તક પણ નહોતી મળી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને અગ્નિશમન દળનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. વધારાના પોલીસ અધિક્ષક યોગેન્દ્ર ફોજદારે માહિતી આપી હતી કે શરૂઆતમાં 2 લોકોના મોત અને 17 ઘાયલ હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. જોકે, હોસ્પિટલમાં 6 મૃતદેહો લાવવામાં આવ્યા હોવાની પુષ્ટિ થઈ હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન વધુ એક ઈજાગ્રસ્તનું મોત થતાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો હતો. જિલ્લા પોલીસ વડા પીયૂષ દીક્ષિતે પણ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરીનું સીધું નિરીક્ષણ કર્યું હતું.
આ ભયાનક દુર્ઘટના નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ, પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અચાનક બેકાબૂ બની ગઈ હતી જેને પગલે તે સીધી જ ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત થતાં જ બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને ક્ષણવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતાં અફરાતફરી મચી ગઈ હતી. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે, જેમાંથી કેટલાક મુસાફરોની સ્થિતિ હજુ પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026