ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
October 17, 2026
રાજસ્થાનના કોટા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કરાડિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહેલી મુસાફર બસ અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
અહેવાલો અનુસાર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહેલી ઝડપી બસ કરાડિયા નજીક પહોંચતા જ અચાનક અનિયંત્રિત થઈ ગઈ હતી. ડ્રાઈવર બસ પરનો કાબૂ ગુમાવી બેસતા બસ ધડાકાભેર રસ્તા કિનારે આવેલા ખાડામાં પલટી મારી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને એસએચઓ નંદ સિંહ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સારવાર માટે ખસેડાયા છે.
જિલ્લા કલેક્ટર પીયૂષ સમરિયાએ અકસ્માતમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરી છે. બસમાં ભોપાલથી 21 લોકો સવાર હતા, જેમાં વૃદ્ધો અને બાળકોનો સમાવેશ થાય છે. તેઓ ભોપાલથી ખાટુશ્યામજીના દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
Related Articles
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
Trending NEWS
14 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026
13 October, 2026
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026