મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે આફત! ભારતથી ઓમાન જતાં ઓઈલ ટેન્કરમાં આગ, 24 ભારતીયોનો આબાદ બચાવ
June 08, 2026
પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવ અને હુમલાઓ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સોમવારે બપોરે આશરે દોઢ વાગ્યે ઓમાનના પૂર્વીય દરિયા કિનારે એક વિદેશી ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર 'મેરીવેક્સ'માં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ જહાજ પર 24 ભારતીય નાવિકો સવાર હતા.
શિપિંગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં તમામ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
શિપિંગ મંત્રાલયના ડાયરેક્ટર ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું કે આ ભયાનક આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી અને તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, સૌથી મોટી સકારાત્મક બાબત એ હતી કે આ ટેન્કર તે સમયે ખાલી હતું, એટલે કે તેમાં કોઈ પણ પ્રકારનો ઓઇલ કે ગેસનો કાર્ગો ભરેલો નહોતો. જો તેમાં કાર્ગો હોત તો મોટો વિસ્ફોટ થવાનું જોખમ વધી ગયું હોત. ડાયરેક્ટર શર્માએ ઉમેર્યું કે શિપિંગ મંત્રાલય આ મામલે વધુ સચોટ માહિતી મેળવવા માટે વિદેશ મંત્રાલય અને જહાજના માલિકના સતત સંપર્કમાં છે.
ગ્લોબલ શિપ ટ્રેકિંગ ડેટા પૂરો પાડતી સંસ્થા 'મરીન ટ્રાફિક'ના ડેટા અનુસાર, ઓઇલ ટેન્કર મેરીવેક્સ ભારતના કર્ણાટકમાં આવેલા કારવાર બંદરેથી રવાના થયું હતું અને ઓમાનના દુકમ બંદર તરફ આગળ વધી રહ્યું હતું, તે દરમિયાન જ ઓમાનના પૂર્વીય સમુદ્રમાં તે અકસ્માતનો ભોગ બન્યું હતું. ઓલ ઇન્ડિયા સીફેરર્સ યુનિયને પણ આ સેફ્ટી ઓપરેશનની પુષ્ટિ કરી છે અને તમામ પરિવારોના સંપર્કમાં હોવાનું જણાવ્યું છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026