ધોની સાથે 10 વર્ષ સુધી વાત ન કરી, હરભજને પહેલીવાર માહી સાથેના સંબંધો પર તોડ્યું મૌન
December 04, 2024
ભારતીય ટીમના પૂર્વ ઓફ સ્પિન બોલર હરભજન સિંહની ગણતરી વર્લ્ડ ક્રિકેટના શ્રેષ્ઠ સ્પિનરોમાં થાય છે. હરભજન એક સમયે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં મુખ્ય સ્પિનરની ભૂમિકા ભજવતો હતો, જેમાં એમએસ ધોનીની કેપ્ટન્શીપમાં પણ તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. વર્ષ 2007માં જ્યારે ટીમ ઈન્ડિયાએ ધોનીની કેપ્ટનશીપમાં દક્ષિણ આફ્રિકામાં T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી, તે સમયે હરભજન પણ ટીમનો હિસ્સો હતો. બીજી તરફ ત્યારબાદ વર્ષ 2011માં ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપમાં પણ ધોનીની કેપ્ટનશીપમાં હરભજન સિંહને રમવાની તક મળી હતી. જો કે, ત્યારબાદ હરભજનના કરિયરનો ગ્રાફ નીચે જતો દેખાયો અને પછી તે મોટાભાગે IPLમાં જ રમતો જોવા મળ્યો. હવે હરભજને પોતાના તાજેતરના નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે, જેમાં તેણે એ ખુલાસો કર્યો કે, હું ધોની સાથે વધુ વાત નથી કરતો અને ફોન પર વાત કર્યાને 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આમ, હરભજને પહેલીવાર માહી સાથેના પોતાના સંબધો પર મૌન તોડ્યું છે. હરભજન સિંહને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે ધોની સાથે વાત થાય છે કે નહીં? તો ભજ્જીએ જવાબ આપ્યો કે ના, હું ધોની સાથે વાત નથી કરતો. જ્યારે હું IPLમાં CSK માટે રમતો હતો તે સમયે તેની સાથે વાત થતી હતી પરંતુ ફોન પર વાત નથી થતી, જ્યારે અમે મળીએ ત્યારે જ વાત થાય છે. અમે ફોન પર વાત કર્યાને લગભગ 10 વર્ષ થઈ ગયા છે. મારી પાસે આ માટે કોઈ કારણ નથી, પરંતુ કદાચ ધોની પાસે કોઈ કારણ હશે. જો કે તેની પાસે પણ કોઈ કારણ હોત તો તે જણાવ્યું હોત. જ્યારે હું ચેન્નાઈ સુપર કિંગ્સમાં હતો ત્યારે પણ મારી ધોની સાથે ઓછી જ વાત થતી હતી.
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની...
28 September, 2026
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000...
28 September, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજ...
28 September, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15...
28 September, 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો,...
28 September, 2026
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએ...
28 September, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડ...
28 September, 2026
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનુ...
28 September, 2026
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપ...
27 September, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુ...
27 September, 2026