AAP સાંસદ અશોક મિત્તલ અને તેમની LPU યુનિવર્સિટી પર ઈડીના દરોડા, ડિજિટલ પુરાવા-મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા
April 15, 2026
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે બુધવારે સવારે આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્ર સાથે જોડાયેલા અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આ કાર્યવાહી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) સાથે જોડાયેલા ફંડમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અને વિદેશી મુદ્રા કાયદાના ઉલ્લંઘનને લઈને કરાઈ હતી.
EDની ટીમ યુનિવર્સિટી સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારો, દાન અને રોકાણની વિગતોની તપાસ કરી રહી છે. ખાસ કરીને, વિદેશી વિનિમય વ્યવહારોમાં FEMA કાયદાનું પાલન થયું કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. અશોક મિત્તલના પુત્રના રહેઠાણ અને ઓફિસ પર પણ કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યાંથી ડિજિટલ પુરાવા અને મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવે છે.
આ દરોડા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. AAP સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, પંજાબમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા મુજબ, "ભાજપ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે, પરંતુ પંજાબના લોકો તેનો જવાબ આપશે." AAPના નેતા સંજય સિંહે પણ આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, જ્યાં જ્યાં ચૂંટણી આવે છે ત્યાં ભાજપ પહેલા તપાસ એજન્સીઓને મોકલે છે. તેમણે આ સમગ્ર ઘટનાને રાજકીય બદલો ગણાવ્યો છે.
Related Articles
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધ...
Jun 23, 2026
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવ...
Jun 23, 2026
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇ...
Jun 23, 2026
કેરળમાં પક્ષના નબળા પ્રદર્શનને લીધે જ્યોર્જ કુરિયનને રાજ્યસભાની ટિકિટ ન મળતાં મંત્રી પદ છોડ્યું
કેરળમાં પક્ષના નબળા પ્રદર્શનને લીધે જ્યો...
Jun 23, 2026
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલ...
Jun 22, 2026
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવની શિવસેનામાં હડકંપ, ઈમરજન્સી બેઠક
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં...
Jun 22, 2026
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026