ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની યુરોપિયન યુનિયનની તૈયારી
June 10, 2026
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુરોપીયન યુનિયન હવે રશિયાને આર્થિક રીતે નબળું પાડવા માટે એક બહુ મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. રશિયાની યુદ્ધની કમાણી અને તેની આર્થિક શક્તિને તોડવા માટે યુરોપીયન યુનિયન દ્વારા 21મા પ્રતિબંધ પેકેજનો નવો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવા આકરા નિયમોની સીધી અસર ભારતની કેટલીક કંપનીઓ પર પણ પડી શકે તેમ છે.
આક્ષેપ છે કે ભારત, ચીન અને સંયુક્ત આરબ અમીરાત સહિત 6 દેશોની આશરે 50 જેટલી કંપનીઓ રશિયાને આડકતરી રીતે મદદ કરી રહી છે, જેથી યુરોપીયન યુનિયન હવે આ કંપનીઓ પર નિકાસ પ્રતિબંધ લાદવાની તૈયારીમાં છે. યુરોપીયન કમિશનના વાઇસ પ્રેસિડેન્ટ કાજા કલાસે આ અંગે જણાવ્યું છે કે, બ્રસેલ્સ છેલ્લા બે વર્ષમાં રશિયા વિરુદ્ધ આ અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી કડક પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. જોકે, આ નિયમોને સત્તાવાર રીતે લાગુ કરતાં પહેલાં યુરોપીયન સંઘના તમામ સભ્ય દેશો સાથે તેની ચર્ચા કરવામાં આવશે અને તેમની મંજૂરી લેવામાં આવશે.
આ નવા પ્રતિબંધ પેકેજનો મુખ્ય વ્યૂહાત્મક હેતુ રશિયાના સૈન્ય-ઔદ્યોગિક માળખાને નબળો પાડવાનો અને યુદ્ધ માટે થઈ રહેલા ફંડિંગને અટકાવવાનો છે. નિકાસ પ્રતિબંધનો સામનો કરી રહેલી 50 કંપનીઓની યાદીમાં ભારત ઉપરાંત ચીન, તુર્કિયે, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોની કંપનીઓ સામેલ છે. આ ઉપરાંત, ડ્રોન ઉત્પાદન સાથે જોડાયેલી 30થી વધુ નવી સંસ્થાઓ અને કંપનીઓને પણ આ કાળી યાદીમાં ઉમેરવામાં આવી છે.
રશિયાને વર્તમાન પ્રતિબંધોમાંથી બચવામાં મદદ કરનારા દેશોની બેંકો, હથિયાર બનાવતી કંપનીઓ, તેલ વેપારીઓ, રિફાઇનરીઓ અને ક્રિપ્ટો ઓપરેટરોને આ પ્રસ્તાવમાં સીધા નિશાન બનાવવામાં આવ્યા છે. અંદાજે 90 જેટલી બેંકોની અસ્કયામતો ફ્રીઝ કરવામાં આવી શકે તેમ છે. આ સિવાય, રશિયા અને અન્ય દેશોની 30થી વધુ બેંકોના નાણાકીય વ્યવહારો પર કડક નજર રાખવામાં આવશે. આ પેકેજ અંતર્ગત 11 જેટલા ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ્સ દ્વારા થતા નાણાકીય વ્યવહારો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026