સરકારના ઉપાયો પણ 'નિષ્ફળ', ડુંગળીના ભાવ આકાશ આંબ્યા, પ્રતિ કિલો ભાવ 80 રૂપિયા
August 29, 2026
દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. શ્રાવણમાં ઘટેલી માંગ અને પૂરતી આવકે ડુંગળીના ભાવને થોક (જથ્થાબંધ) માર્કેટમાં નિયંત્રણમાં રાખ્યા, પરંતુ રિટેલમાં વેપારીઓ નફાખોરી કરવામાં ચૂક નથી રહ્યા. નાસિકમાં ડુંગળીના જૂના સ્ટોકની અછતની અસર હવે બજાર પર દેખાવા લાગી છે. ભાવો પર નિયંત્રણ લાવવાના સરકારના ઉપાયો નિષ્ફળ થઈ રહ્યા છે અને દેશના અલગ-અલગ રાજ્યોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, 2 દિવસ આ વિસ્તારોને ધમરોળશે દિલ્હી-એનસીઆરમાં રિટેલ ડુંગળી 50થી 55 રૂપિયા કિલો વેચાઈ રહી છે, પરંતુ ખુલ્લા બજારમાં 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. કેટલાક રાજ્યોમાં ડુંગળીના ભાવ 80 રૂપિયા સુધી પહોંચી ગયા છે. કાનપુરની ચકરપુર મંડીમાં ડુંગળીની દૈનિક આવક 6.50 લાખ કિલોથી ઘટીને પાંચ લાખ કિલો રહી ગઈ છે, જેનાથી જથ્થાબંધ ભાવ વધીને 42-45 રૂપિયા કિલો પહોંચી ગયો છે. ચકરપુર મંડી શાકભાજી વ્યાપાર મંડળના અધ્યક્ષ સૌરભ પાંડેયે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં જ લગભગ 10 રૂપિયા સુધીનો ભાવ વધી ચૂક્યો છે. હવે મધ્ય પ્રદેશના શિવપુરી અને રાજસ્થાનના અલવરથી ટ્રકો દ્વારા સીમિત માત્રામાં ડુંગળી આવી રહી છે. નવો પાક આવે ત્યાં સુધી બજારમાં તેજી રહેશે.
આગ્રાની સિકંદરા મંડીમાં નાસિકથી રોજ લગભગ 15 ટ્રક ડુંગળી (ત્રણ લાખ કિલો) આવવાના કારણે જથ્થાબંધ ભાવ હાલમાં 40 રૂપિયા કિલો છે. વેપારી મનોજ કાલરાનું કહેવું છે કે, આગામી અઠવાડિયાથી માગ વધી તો કિંમતોમાં કઈંક વધારો જોવા મળી શકે છે. કાનપુરની ચકરપુર મંડીમાં અત્યાર સુધી દરરોજ 6.50 લાખ કિલોગ્રામ ડુંગળીનો પુરવઠો થતો હતો, પરંતુ છેલ્લા 10 દિવસથી આ પાંચ લાખ કિલો જ રહી ગયો છે. અહીંથી પૂર્વાંચલના જિલ્લાઓ સુધી ડુંગળીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જ્યારે લગભગ 50 ટન એટલે કે 50 હજાર કિલો માલનો વપરાશ કાનપુર અને આસપાસના જિલ્લાઓમાં થાય છે. વર્તમાનમાં મંડીમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ વધીને 42 થી 45 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે, જે બુધવારે 35થી 40 રૂપિયા હતો. આવક ઓછી થવાથી ડુંગળીના ભાવ 10 રૂપિયા પ્રતિ કિલો વધી શકે છે.
બંગાળમાં બે અઠવાડિયા પહેલા જે ડુંગળી 30 થી 35 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી હતી, તે હાલમાં 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. રાજસ્થાનમાં ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જમ્મુમાં ડુંગળીની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો છે. ડુંગળીના ભાવમાં છેલ્લા 15 દિવસમાં 20 થી 25 રૂપિયાનો વધારો થયો છે. દેહરાદૂન મંડીમાં ડુંગળી 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. હરિદ્વારની જ્વાલાપુર મંડીમાં ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો છે. હલ્દવાની મંડીમાં ડુંગળી 46 થી 50 રૂપિયા પ્રતિ કિલો છે, ઉધમ સિંહ નગરની રૂદ્રપુર મંડીમાં ડુંગળી 35 થી 40 રૂપિયા પ્રતિ કિલો છે. પટનાના મીઠાપુર અને બજાર સમિતિમાં શુક્રવારે ડુંગળી 55 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાઈ હતી. રાંચીમાં રિટેલ ડુંગળી 55-60 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં ડુંગળીના સરેરાશ ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. મધ્ય પ્રદેશની મંડીઓમાં સામાન્ય ઘરોમાં ઉપયોગમાં લેવાતી ડુંગળી 40 રૂપિયા કિલોમાં વેચાઈ રહી છે.

Related Articles
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા, મૃતદેહ નહેરમાંથી મળ્યો
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ...
Aug 30, 2026
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, દુકાન પરના ચાઈનીઝ કેમેરાથી વોચ
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર...
Aug 30, 2026
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના હિન્દુ-મુસ્લિમવાળા નિવેદન પર કપિલ સિબ્બલ આક્રમક
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના...
Aug 30, 2026
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને મહત્વકાંક્ષા ન હોય.... સોનમ વાંગચુક
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને...
Aug 30, 2026
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ, સિસ્ટમ બંધ થતાં હવે 5 સપ્ટેમ્બરે ફરી લેવાશે એક્ઝામ
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ,...
Aug 30, 2026
Trending NEWS
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ મા...
29 August, 2026
નેપાળમાં 150થી વધુ ગુજરાતીઓ સંપર્કવિહોણા થયાની આશં...
29 August, 2026
સરકારના ઉપાયો પણ 'નિષ્ફળ', ડુંગળીના ભાવ આકાશ આંબ્ય...
29 August, 2026
'દેશની શિક્ષણ વ્યવસ્થા નષ્ટ થઈ ગઇ...', IIT દિલ્હીન...
29 August, 2026
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની...
29 August, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચે...
29 August, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના...
29 August, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનુ...
28 August, 2026
સરવેએ ભાજપની ઊંઘ ઊડાડી, યુપીમાં આજે ચૂંટણી થાય તો...
28 August, 2026
કર્ણાટકના મંત્રીએ માત્ર 25 દિવસમાં જ આપી દીધું રાજ...
28 August, 2026