પિતાનો કાળો ચહેરો: માસૂમ દીકરી પર 11 વર્ષની ઉંમરથી ગુજાર્યો બળાત્કાર, માતાએ સાથ આપવાને બદલે પુત્રીને ધમકાવી
April 13, 2026
દિલ્હીના બુરાડી વિસ્તારમાં માનવતાને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે, જેમાં એક નરાધમ પિતાએ પોતાની જ સગી દીકરી પર છેલ્લા 10 વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ 21 વર્ષની થઈ ચૂકેલી પીડિત યુવતી જ્યારે માત્ર 11 વર્ષની હતી, ત્યારથી તેના પિતા દ્વારા તેનું સતત જાતીય શોષણ કરવામાં આવતું હતું. જાન્યુઆરી 2015 માં જ્યારે યુવતીની માતા ગામ ગઈ હતી, ત્યારે પિતાએ પ્રથમવાર આ હીન કૃત્ય આચર્યું હતું. ડર અને અજ્ઞાનતાના કારણે યુવતી આટલા વર્ષો સુધી આ ભયાનક સત્ય કોઈને કહી શકી નહોતી.
આ નરાધમ પિતાના અત્યાચારથી કંટાળીને યુવતીએ અગાઉ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેમાં તે નિષ્ફળ રહી હતી. જ્યારે તેણે 16 વર્ષની ઉંમરે પોતાની માતાને આ વિશે જણાવ્યું, ત્યારે માતાએ દીકરીને ન્યાય અપાવવાને બદલે તેને ચૂપ કરાવી દીધી હતી. વર્ષ 2018 માં યુવતીએ બિલાસપુરની એઈમ્સ હોસ્પિટલમાં ડોક્ટરને પોતાની આપવીતી જણાવી ત્યારે પણ તેની માતાએ તેને રૂમમાં પૂરી દઈને ધમકાવી હતી અને ડોક્ટર સામે દબાણ હેઠળ ખોટું બોલવા મજબૂર કરી હતી.
પરિવારના સાથના અભાવે યુવતીએ જાતે જ લડત આપવાનું નક્કી કર્યું અને પોતાના રૂમમાં ગુપ્ત રીતે મોબાઈલ કેમેરા ગોઠવીને પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. લગભગ એક વર્ષની મહેનત બાદ તેણે પિતાના કાળા કરતૂતોના અસંખ્ય વિડિયો ફૂટેજ મેળવ્યા હતા. ગત એપ્રિલમાં તેણે એક મિત્રની મદદથી પોલીસનો સંપર્ક કર્યો, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પિતાની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો છે. હાલ પોલીસ આ મામલે માતાની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026