ઉત્તરાખંડના ટિહરી જંગલોમાં ભીષણ દાવાનળ: 14 હેક્ટર વિસ્તાર બળીને ખાખ, રહેણાંક વિસ્તારોને બચાવાયા
May 25, 2026
ઉત્તરાખંડના ટિહરીમાં બુદોગી ગામ નજીક ભીષણ દાવાનળ ફાટી નીકળ્યો હતો. સાંજના સમયે લાગેલી આ આગમાં 14 હેક્ટર જંગલ વિસ્તાર બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ટિહરીના ડિવિઝિનલ ફોરેસ્ટ ઓફિસર પુનીત તોમરે જણાવ્યું હતું કે, જંગલમાં લાગેલી આગ ધીમે ધીમે નીચે તરફ જઈ રહી છે, જ્યાં કોઈ વસ્તી નથી. આ આગને કારણે 14 હેક્ટર વિસ્તાર પ્રભાવિત થયો હોવાથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ હાલમાં આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.
બીજી તરફ ઉત્તરાખંડના જ્ઞાનસુ-સાલ્દ રોડ પર બાસુગાંવ નજીક પણ બુધવારે મોડી રાત્રે જંગલમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી હતી. આ ભીષણ આગ નજીકના રહેણાંક વિસ્તારોમાં ફેલાવાની આશંકા હતી. જેને પગલે એસડીઆરએફ, વન વિભાગ, એનડીઆરએફ અને ફાયર સર્વિસની ટીમોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું.
તમામ એજન્સીઓના સંકલન અને અથાક પ્રયાસોથી જંગલની આગ પર સમયસર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ટીમોએ સઘન અભિયાન હાથ ધરીને દાવાનળને રહેણાંક વિસ્તારો સુધી ફેલાતો અટકાવ્યો હતો. એસડીઆરએફના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમયસર કરાયેલી કાર્યવાહીને લીધે એક સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026