વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ
April 17, 2026
શક્તિ ઃ છત્તીસગઢના શક્તિ જિલ્લામાં આવેલા વેદાંત પાવર પ્લાન્ટમાં થયેલા ભીષણ બોઈલર વિસ્ફોટ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 21 શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક હજુ પણ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસે આ મામલે ગંભીર બેદરકારી બદલ વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ અને પ્લાન્ટ મેનેજર દેવેન્દ્ર પટેલ સહિતના જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
14 એપ્રિલ 2026ના રોજ બપોરે 2:33 વાગ્યે જ્યારે શ્રમિકો કામ કરી રહ્યા હતા, ત્યારે બોઈલર-1માં જોરદાર વિસ્ફોટ થયો હતો. બોઈલર મુખ્ય નિરીક્ષકના રિપોર્ટ અનુસાર બોઈલર ફર્નેસની અંદર જરૂર કરતા વધુ ઈંધણ જમા થઈ ગયું હતું. જેના કારણે અચાનક અસામાન્ય દબાણ ઉભું થયું અને વિસ્ફોટ થયો. આ દબાણ એટલું પ્રચંડ હતું કે બોઈલરની નીચેની પાઈપલાઈન પોતાની જગ્યાએથી ખસી ગઈ અને લોખંડનું આખું માળખું ધરાશાયી થઈ ગયું.
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, દુર્ઘટનાના કલાકો પહેલા જ પ્લાન્ટના સેફ્ટી સિસ્ટમમાં રેડ એલર્ટ આવી રહ્યા હતા. સવારથી જ પ્રાઈમરી એર (PA) ફેન વારંવાર ફેઈલ થઈ રહ્યો હતો. કંટ્રોલ રૂમની લોગબુક મુજબ સવારે 10:30 વાગ્યે ખામી નોંધાઈ હોવા છતાં પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો નહોતો. સૌથી ગંભીર બાબત એ છે કે ટેકનિકલ ખામી હોવા છતાં, બપોરે 1:03 થી 2:09 ની વચ્ચે બોઈલરનો લોડ 350 મેગાવોટથી વધારીને 590 મેગાવોટ કરી દેવામાં આવ્યો હતો. માત્ર એક કલાકમાં ઉત્પાદન લગભગ બમણું કરવાની આ ઉતાવળે જ મજૂરો માટે મોતનો છટકું તૈયાર કર્યું હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026