તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ : અત્યાર સુધી 23નાં મોત, અનેક ઘાયલ
April 20, 2026
વિરુધુનગર: તમિલનાડુનાં વિરુધુનગર જિલ્લામાં આવેલ એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોેટ થવાને કારણે મોટી દુર્ઘટના બની હતી જેમાં ૨૩ લોકોનાં મોત થયા છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળની નીચે દટાયા હોવાની શક્યતા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાની પણ આંશકા છે. તેઓને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોેનાં જણાવ્યા અનુસાર સામાન્ય રીતે રવિવારે ફેક્ટરી બંધ રહેતી હોવા છતાં આજે કામ ચાલુ રાખવામાં આવ્યું હતું.
આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવા માટે ચાર વિશેષ ટીમોની રચના કરાઈ અને પોેલીસે ફરિયાદ પણ દાખલ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નિયમોનો ભંગ કરી રવિવારે પણ ફેક્ટરી ચાલુ રાખવામાં આવી હતી. આગનાં કારણો જાણવા માટે વિસ્તૃત તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્ફોટ કટ્ટનારપટ્ટી વિસ્તારમાં આવેલ એક ફટાકડાનાં યુનિટમાં થયો હતો.
દુર્ઘટના પછી તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પોલીસ અને રાહત ટીમો કાટમાળને દૂર કરવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંદી કરી લીધી છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વિસ્ફોટ કટ્ટાનારપટ્ટીમાં મુથુમાનિકમનાં માલિકી હકવાળી વનજા ફટાકડા ફેક્ટરીમાં થયો હતો. આ જગ્યા વાચકારાપટ્ટી પોલીસ સ્ટેશનની સરહદની અંદર આવે છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026