કેનેડા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષના ઘરે ફાયરિંગ, ઘરના બારી-દરવાજે અને દીવાલે 5 ગોળી મારી
May 21, 2026
કેનેડામાં સંગઠિત ગુનાખોરી અને ગેંગસ્ટરોનો આતંક સતત વધી રહ્યો છે. આ દરમિયાન ક્રિકેટ કેનેડાના નવા ચૂંટાયેલા અધ્યક્ષ અરવિંદર ખોસાના નિવાસસ્થાન પર બુધવારે (20મી મે) વહેલી સવારે અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ખંડણી વસૂલતી ગેંગનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે.
અહેવાલો અનુસાર, આ ઘટના બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત ન્યૂટન વિસ્તારમાં સવારે 4:40 વાગ્યે બની હતી. હુમલાખોરોએ અરવિંદર ખોસાના ઘરને નિશાન બનાવીને તાબડતોબ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર એટલો ભયાનક હતો કે ઘરના મુખ્ય દરવાજા, બારીઓ અને બહારની દીવાલો પર ગોળીઓના 5 સ્પષ્ટ નિશાન મળી આવ્યા છે.
બારી-બારણાં ચીરીને અંદર ઘૂસી ગઈ હતી, પરંતુ સદનસીબે પરિવારનો આબાદ બચાવ થયો છે અને કોઈને ઈજા પહોંચી નથી. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા અઠવાડિયા પહેલા જ ક્રિકેટ કેનેડામાં ભ્રષ્ટાચાર, સંગઠિત ગુનાખોરી અને મેચ ફિક્સિંગના ગંભીર આરોપો અંગે મોટી તપાસ શરૂ થઈ છે.
ક્રિકેટ બ્રિટિશ કોલંબિયાના પ્રમુખ રહી ચૂકેલા ખોસા પણ આ તપાસના દાયરામાં છે. ખેલાડીઓએ ખોસા પર કુખ્યાત 'બિશ્નોઈ ગેંગ' સાથે સંબંધો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ એ જ ગેંગ છે જેણે 2025માં કેનેડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના એક ખેલાડીને ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું.
જોકે, અધ્યક્ષ અરવિંદર ખોસાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને સરેઆમ નકારી કાઢ્યા છે અને આ ફાયરિંગ પાછળ ઊંડી સાજિશ હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) આસપાસના સીસીટીવી ફૂટેજ ફંગોળીને હુમલાખોરોની શોધખોળ ચલાવી રહી છે.
Related Articles
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ માટે હવે મળશે 90 દિવસ
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્...
Aug 29, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026